Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળે ૧૦ દિ'માં રસી લોના જાહેરનામાને આવકાર્યુ પણ ..?

પહેલા તમામ લોકોને રસી મળી રહે તે માટે વ્યવસ્થા કરે પછી કાયદાનો કડક અમલવારી કરે

( કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી,તા.૧૧: રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહને ધંધો વ્યવસાય કરવા રસી દસ દિવસમાં મુકાવો જે બાબતનુ જાહેરનામું પ્રસિદ્ઘ કર્યું છે તે બાબતે ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ એ એ આવકાર્યું છે પરંતુ અનેક ક્ષતિઓ બાબતે પણ સરકારી તેમજ જિલ્લા કલેકટર પાસે ખુલાસો પણ માંગ્યો છે.

ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળના પ્રમુખ લલીતભાઇ વોરા એ જણાવેલ કે ધંધો વ્યવસાય કરવા બાબતે રાજકોટ જિલ્લાના છ તાલુકાના તમામ વેપારીઓએ દિવસ ૧૦ માં રસી લેવા ફરજિયાત છે જે રસી ના લે તો કોરોના નેગેટિવ નું પ્રમાણપત્ર રજૂ કરવાનું ફરજિયાત કરેલ છે જે નિર્ણયને પડકારતા જણાવેલ કે હાલમાં રસી બાબતે ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ એ તમામ લોકોને વારંવાર અપીલ કરી છે કે રસી લેવી જ જોઈએ રસી ન લેવા બાબતે અમારો કોઇ વિરોધ નથી પરંતુ રસી હાલના સમયમાં લેવી એ ખૂબ જ આવશ્યકતા છે પરંતુ હાલમાં રસી લેવા બાબતે ઓનલાઇન રજીસ્ટ્રેશન થતું નથી વેપારીઓ અનેક મુશ્કેલીઓ અને યાતનાઓ ભોગવી રહ્યા છે તેમજ ડાયરેકટ હોસ્પિટલ જાય તો તેનો વારો આવતો નથી આ બાબતે પહેલા તો રસીનો સ્ટોક અને રસી બાબતે કેમ્પ કરવા જોઈએ પછી જ આ પ્રકારનો જિલ્લા કલેકટરે નિર્ણય કરવો જોઈએ.

બીજી બાબત જોઈએ તો કોરોના નેગેટિવ નું પ્રમાણપત્ર ફરજીયાત રજૂ કરવાનું રહેશે અને એ પ્રમાણપત્ર રજુ ના કરેતો પોલીસ તેમની સામે કાર્યવાહી કરશે તેમ જ દુકાનો બંધ કરાવી દેશે તે પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ બાબતે વેપારી મહામંડળ વિરોધ કરીએ છીએ કારણ કે છેલ્લા ઘણા સમયથી વેપારીઓ આર્થિક રીતે પરેશાન થઈ ગયા છે ધંધા રોજગાર ને માઠી અસર છે આવા સમયમાં છેલ્લા ઘણા સમયથી પોલીસ પણ માસ્ક બાબતે માનસિક ત્રાસ આપી રહ્યું છે જે બાબતે પણ અનેક વખત વિરોધ કર્યો છે કે વેપારીઓને આ પ્રકારે ટાર્ગેટ બનાવવામાં ન આવે છતાં પણ રાજકોટ એસ.ઓ.જીપોલીસ ટીમ તેમજ સ્થાનિક પોલીસ આ પ્રકારના વેપારીઓને વારંવાર ટાર્ગેટ બનાવે છે તે પણ યોગ્ય નથી અને હાલમાં જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું છે એ જાહેરનામાનો દુરૂપયોગ પણ પોલીસ ન કરે તે ખાસ જોવા વિનંતી છે.

લલીતભાઈ વોરા એ વધુમાં જણાવેલ કે અમો રાજય સરકારની સૂચનાનું ચુસ્ત પાલન કરવા વાળા છીએ તમામ વેપારીઓને વારંવાર સૂચનાઓ પણ અમે આપી દીધી છે તેમજ ધોરાજીના હિતમાં ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ એ કોરોના નું સંક્રમણ ન વધે તે માટે ધોરાજી સ્વયંભૂ લોકડાઉન કરેલ છે તેમાં પણ માટેઅમોએ પ્રશાસનને ટેકો આપ્યો છે અને પોલીસને પણ પૂરતો સહકાર આપ્યો છે પરંતુ પોલીસ વારંવાર વેપારીઓની ટાર્ગેટ બનાવે છે તે યોગ્ય નથી આ બાબતે જિલ્લા કલેકટર શ્રી તેમજ જિલ્લા પોલીસ વડાએ પણ સત્વરે નોંધ લેવી જોઈએ.

છેલ્લા ઘણા સમયથી રાજકોટ એસઓજીની પોલીસ ટીમ પણ વેપારીઓને માસ્ક બાબતે ટાગેટ બનાવીને રૂપિયા હજાર નો દંડ ફટકારી રહી છે તે યોગ્ય નથી જો આવું જ ચાલુ રહેશે તો નાછુટકે ધોરાજી બંધનું એલાન આપવું પડશે તેમ પણ લલીતભાઈ વોરાએ જણાવેલ હતું.

ધોરાજી શહેર ભાજપના પ્રમુખ વિનુભાઇ માથુકિયા એ આ બાબતે જણાવેલ કે ધોરાજી શહેરમાં વેપારીઓ જે પ્રકારે સરકારને અને પ્રશાસન ને ટેકો આપી રહ્યા છે તેનો દુરૂપયોગ પોલીસ કરી રહી છે કારણ કે વારંવાર વેપારીઓને માસ્ક બાબતે ટાર્ગેટ બનાવવામાં આવે છે તે યોગ્ય નથી હાલમાં રાજકોટ એસ.ઓ.જી પોલીસ ટીમ સતત ધોરાજીમાં પડાવ નાખીને વેપારીઓને ટાર્ગેટ બનાવી અશોભનીય વર્તન થતું હોય અને સરકારને બદનામ કરતા હોય તે પ્રકારની ફરિયાદો આવી છે આ બાબતે અમોએ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે તાત્કાલિક અસરથી ધોરાજીના વેપારીઓને તેમજ લારી ગલ્લાવાળા ગરીબ પરિવારોને પણ હેરાન ન કરે તે બાબતે ખાસ જોવા પોલીસને વિનંતી છે.

ધોરાજીના ચાના વેપારી ધીરૂભાઈ કોયાણીએ જણાવેલ કે જિલ્લા કલેકટરનું જાહેરનામું ખરેખર આમ જોઈએ તો દરેક જનતાએ રસી લેવા જોઈએ વેપારીઓ પણ આ બાબતમાં સહમત છે દરેકને વિનંતી કરું છું કે તાત્કાલિક કે રસી લઇ અને સરકારના અભિગમને સહકાર આપે તેમજ આ જાહેરનામાનો ગેરફાયદો અન્ય સંસ્થાઓના ઉપાડે તે પણ જોવા જણાવેલ હતું.

ધોરાજીના સોની યુવા વેપારી મીત હિતેશભાઈ ધીનોજા એ જિલ્લા કલેકટરના જાહેરનામાને આવકારતા જણાવ્યું કે જિલ્લા કલેકટર શ્રી એ જે પ્રકારે જાહેરનામું બહાર પાડ્યું છે તે આવકાર્ય દાયક છે રસી લેવી જોઈએ અને એ રસી માટે દરેક વેપારીઓ પણ તાત્કાલિક વેકસીન લેવડાવી દે તે પણ જરૂરી છે પરંતુ જિલ્લા કલેકટરના જાહેરનામાનો દુરુપયોગ પોલીસ સંસ્થાના કરે અને વેપારીઓને આ બાબતે ટાર્ગેટ ન બનાવે તે પણ ખાસ જોવા પ્રશાસનને વિનંતી કરી છે પ્રથમ તો વેપારીઓ માટે રસીને તાત્કાલિક અલગ વ્યવસ્થા ઊભી કરવામાં આવે તો જ દસ દિવસની અંદર આ ટાર્ગેટ પૂરો થશે નહીંતર દસ દિવસમાં કોઇ સંજોગોમાં ટાગેટ પૂરો થશે નહીં અને પોલીસ વેપારીઓને હેરાન ન કરે તે પણ ખાસ જોવા વિનંતી કરી હતી.

(11:57 am IST)
  • આખરે ટીએમસી માંથી ભાજપમાં શામેલ થયેલ બંગાળના દિગ્ગજ નેતા મુકુલ રોયની ઘર વાપસી થઈ : ફરી ટીએમસીમાં જોડાયા : ભાજપ માટે શરમજનક ઘટના : હજુ ઘણાં ધારાસભ્યો સહિત ભાજપના નેતાઓ પણ તેમની મૂળ પાર્ટી ટીએમસીમાં પાછા જાય તેવી સંભાવના : CM મમતા બેનર્જી બપોરે 3.30 વાગ્યે ટીએમસી ભવન ખાતે પ્રેસ કોન્ફરન્સ કરશે તેમ જાણવા મળે છે. (ન્યુઝફર્સ્ટ) access_time 2:42 pm IST

  • સીનીયર ક્લાર્ક માટેની પરીક્ષા ૩૧ જુલાઈએ લેવાશે : ગૌણ સેવા પસંદગી મંડળે સીનીયર ક્લાર્કની પરીક્ષા માટેની તારીખ જાહેર કરી દીધી. હવે ૩૧ જુલાઈએ લેવાશે સીનીયર ક્લાર્ક માટેની પરીક્ષાઓ લેવાશે. અગાઉ ૨૪ જુલાઈનુ આયોજન હતુ પરંતુ હવે તે તારીખ થોડી પાછી લઈ જાય અને ૩૧ જુલાઈ કરવામાં આવી છે. access_time 9:53 pm IST

  • અહો આશ્ચર્યમ !! ઇઝરાઇલના યેવ્નીમાં ખોદકામ દરમિયાન 1000 વર્ષ જૂનું મરઘીનું અખંડ ઇંડું મળી આવ્યું છે. એક પુરાતત્ત્વવિદે જણાવ્યું હતું કે, "આ ઇંડાની અનન્ય જાળવણી દેખીતી રીતે નરમ માનવ મળ ધરાવતા સેસપિટમાં, તે સદીઓથી મૂકેલી સારી પરિસ્થિતિઓને કારણે હતી અને આ ઈંડાને આટલા વર્ષો જાળવી રાખવામાં મદદરૂપ બની હતી." અન્ય એક પુરાતત્ત્વવિદે કહ્યું કે, "ઇંડામાં એક નાની તિરાડ હતી, જેના લીધે મોટાભાગનું પ્રવાહી તેમાંથી બહાર નીકળી ગયું હતું." access_time 5:50 pm IST