Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

જામનગરમાં બગીચા સહિતના પર્યટન સ્થળો ફરી ખૂલ્યાઃ લોકો મોર્નીગ વોક માટે નિકળી પડયા

જામનગરઃ  મહાનગરપાલિકા દ્વારા શહેરની મધ્યમાં આવેલ રણમલ તળાવ કે જેને લોકો લાખોટા તળાવથી ઓળખે છે. જે આજે વહેલી સવારથી ખુલ્યું છે. સાથે સાથે એમ્યુઝમેન્ટ પાર્ક, રણજીત ઉદ્યાન સહિતના હરવા-ફરવા લાયક સ્થળો  ચોક્કસ સમયમર્યાદા માટે સવારે ૬ થી સાંજના ૭ દરમિયાન તમામ લોકો માટે ખોલવામાં આવ્યા છે.

 પરંતુ આ સ્થળોએ પ્રવેશતા પૂર્વે થર્મલ ગનથી તમામ લોકોનું ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે અને માસ્ક સહિતના કોવિડ પ્રોટોકોલ સાથે લોકોને પ્રવેશવાની છૂટ આપવામા આવી છે. લાંબા સમય પછી કોરોનાની બીજી લહેરમાં બંધ થયેલા બાગ-બગીચા ખુલતા જ લોકો મોર્નિંગ વોક માટે ઉમટી પડ્યા હતા. સાથે જ લોકો સ્વાસ્થ્ય માટે યોગ, અંગ કસરત માટે પણ ઉમટ્યા હતા. અને અનલોકીંગ પ્રક્રિયાના પ્રથમ દિવસે જ લોકો હરવા ફરવા લાયક સ્થળો જોવા મળ્યા હતા.(તસ્વીરોઃ કિંજલ કારસરીયાઃજામનગર)

(12:00 pm IST)
  • સુપ્રીમ કોર્ટે AIIMS દ્વારા લેવાતી INI CET પરીક્ષા 2021 ને, કોરોના પરિસ્થિતિના કારણે, એક મહિના માટે મુલતવી રાખવાનો આદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટતા કરી છે કે, આ પરીક્ષા, જે 16 જૂને યોજાવાની હતી, હવે એક મહિનાની સમાપ્તિ પછી કોઈપણ સમયે યોજી શકશે. access_time 1:32 pm IST

  • મહારાષ્ટ્રમાં ચોમાસું દસ્તક દઈ ચૂક્યું છે અને માયનાગરી મુંબઈમાં ભારે વરસાદ ચાલુ છે. શુક્રવારે પણ સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ શુક્રવારે દિવસભર ભારે વરસાદ પડી શકે છે. રેડ એલર્ટ જારી કરવામાં આવી છે. આ પહેલા ગુરુવારે મુંબઈના પરા મલાડ (પશ્ચિમ) માં ચાર માળની ઇમારત ધરાશાયી થતાં 12 લોકોનાં મોત અને સાત ઘાયલ થયા હતા. મૃતકોમાં આઠ બાળકોનો સમાવેશ થાય છે. બીજી ઘટનામાં, ગુરૂવારે સાંજે દહિસર વિસ્તારમાં મકાન ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. access_time 9:31 am IST

  • ઈન્સ્ટીટ્યૂટ ઓફ કિડની ડિસીસ એન્ડ રિસર્ચ સેન્ટર, (IKDRC)અમદાવાદએ નવા ચાર ડાયાલિસિસ કેન્દ્રનો શુભારંભ કર્યો છે. ગાંધીનગર જિલ્લામાં કલોલ, માણસામાં, જામનગરમાં જામજોધપુરમાં અને મોરબીમાં વાંકાનેરમાં ડાયાલિસિસ કેન્દ્ર શરુ કરવામાં આવ્યા છે. આ કેન્દ્ર આરઓ પ્લાન્ટ સુવિધા સાથે 21 અત્યાધુનિક મશીનથી સજ્જ છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ ગુજરાતના ઈએસઆરડી દર્દીઓને નિશુલ્ક ડાયાલિસિસ પ્રદાન કરવામાં આવે છે. ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ (જીડીપી) ભારતમાં સૌથી મોટું નેટવર્ક ધરાવે છે. જેમાં 51 કેન્દ્ર ચાલે છે. જે 500 ડાયાલિસિસ મશીનથી સજ્જ છે. અહીં વર્ષમાં 3 લાખથી વધુ ડાયાલિસિસ કરે છે. access_time 9:33 am IST