Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

ગોંડલ રામજી મંદિર-પૂ. હરિચરણદાસજી મહારાજના દર્શને નીમાબેન આચાર્ય

લોહાણા મહાપરિષદ-રઘુવંશી સમાજ દ્વારા વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષનું સન્માન

પ્રથમ તસ્વીરમાં શ્રીરામજી મંદિર તથા બીજી તસ્વીરમાં પૂ. હરિચરણદાસજી મહારાજના આશીર્વાદ લેતા નીમાબેન આચાર્ય, ત્રીજી તસ્વીરમાં નીમાબેનનું સન્માન થયું તે નજરે પડે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

ગોંડલ,તા. ૧૧: ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ શ્રીમતી નીમાબેન આચાર્ય એ ગોંડલ રામજી મંદિર ખાતે દર્શન કરી પરમ પુજય મહામંડલેશ્વર ૧૦૦૮ સદગુરુદેવ શ્રી હરિચરણદાસજી મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા. જે પ્રસંગે ૧૦૦ વર્ષની ઉંમર ને કારણે તબિયત નાદુરસ્ત હોવા છતાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહી આપ હંમેશા આ રીતે દેશની સેવા કરતા રહો એવા આર્શીવાદ નિમાબેનને આપ્યા હતા.

લોહાણા મહાપરિષદ તેમજ સદગુરુ ચેરીટેબલ ટ્રસ્ટ (રામ હોસ્પિટલ) ના ટ્રસ્ટી નીતિનભાઈ રાયચુરા, રામજી મંદિરના ટ્રસ્ટી અંતુભાઈ કારીયા તથા રાજુભાઈ ઉનડકટ, લોહાણા વિદ્યાર્થી ભવનના ટ્રસ્ટી કિશોરભાઈ ઉનડકટ તથા વિક્રમભાઈ તન્ના, લોહાણા મહાપરિષદ રીજીયોનલ અધ્યક્ષ પ્રકાશભાઈ ઠકરાર તથા મંત્રી ભાવિનભાઈ જોબનપુત્રા, લોહાણા મહાજન ઉપપ્રમુખ રમેશભાઈ કારીયા તથા મધુભાઈ તન્ના, વરિષ્ઠ લોહાણા સમાજના પ્રમુખ વિનુભાઈ વસાણી, ઉપપ્રમુખ પ્રકાશભાઈ ઠકરાર, મહામંત્રી અશોકભાઈ પોંદા તથા ચાર્ટડ એકાઉન્ટન્ટ પાવાગઢી સાહેબ, રદ્યુવંશી સેવા મંડળના મંત્રી તેજસભાઈ અઢિયા, નટુભાઈ તન્ના, રાજુભાઈ પોપટ, રાજકોટથી મેહુલભાઈ નથવાણી, ડો ધર્મેશભાઈ ઠક્કર તથા તેમની ટિમ વિગેરે મહાનુભાવોએ ગુજરાત વિધાનસભાના પ્રથમ અઘ્યક્ષ નીમાબેન આચાર્યનું શાલ ઓઢાડી, પુષ્પગુચ્છ થી આવકાર્યા હતા.

આ પ્રસંગે ધારાસભ્ય શ્રીમતી ગીતાબા જાડેજા, સાંસદ રમેશભાઈ ધડુક ના સુપુત્ર સાવનભાઈ ધડુક તથાઙ્ગ ભાજપ રાજકોટ જીલ્લા ઉપપ્રમુખ રીનાબેન ભોજાણીની ઉપસ્થિતી વિશેષ રહી હતી.

ધારાસભ્ય શ્રીમતી ગીતાબા જાડેજા એ પ્રાસંગીક પ્રવચન કરેલું જયારે ડો શ્રીમતી નીમાબેન આચાર્ય એ આટલી બહોળી સંખ્યામાં ગોંડલ તથા આસપાસના રઘુવંશી સમાજના આગેવાનોની ઉપસ્થિતી જોઈ પોતાના ઉદબોધન માં ગદગદિત થયા હતા તથા ઉપસ્થિત સર્વે રદ્યુવંશી સમાજના આગેવાનોના આશીર્વાદ માગ્યા હતા. કાર્યક્રમના અંતમાં રામજી મંદિર ગોંડલ ના વર્તમાન મહંત જયરામદાસજી મહારાજે આશીર્વચન પાઠવ્યા હતા.સમગ્ર કાર્યક્રમ રઘુવંશી સમાજની બહોળી હાજરીથી શોભી ઉઠ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કિશોરભાઈ ઉનડકટે કર્યું હતું.

(10:52 am IST)