Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

સૌરાષ્ટ્રના યાત્રિકોને હરિદ્વાર જવા દરરોજ ટ્રેન મળે તે માટે રજૂઆત

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા તા.૧૧ : દેશની નદીઓમા ગંગા અને યમુના ખુબ જ પવિત્ર નદી ગણાય છે દરેક હિન્દુ લોકોનુ એક સ્વપ્ન હોય છે કે એકવાર હરિદ્વાર જઇ ગંગા સ્નાન કરી ગંગાજીના દર્શન કરવા હરિદ્વાર યાત્રા માટે સૌરાષ્ટ્રમાંથી કાયમ યાત્રીકોની મોટી ભીડ હોય છે. ઉપરોકત બાબતે પોરબંદર સાંસદ રમેશભાઇ ધડુકે રાજયના રેલ્વે મંત્રી દર્શનાબેન જરદોષને એક વિસ્તૃત પત્ર પાઠવી તેમા જણાવેલ છે કે છેલ્લા રર વર્ષથી ઓખાથી હરિદ્વાર ટ્રેન અઠવાડીયામા એક વખત ચાલે છે છેલ્લા ૧૨ મહિનામાં ૬ લાખ લોકો હરિદ્વાર દર્શન કરવા જઇ ચુકયા છે.

આ ટ્રાફીકને ધ્યાને લઇ ઉતરાંચલ એકસપ્રેસ અઠવાડીયામા ૩ વાર ચાલવી જરૃરી છે. બીજો વિકલ્પ પોરબંદર દિલ્હી ટ્રેન ૧૪ કલાક સરાય રોહિલ્લા સ્ટેશને રોકાય છે. દિલ્હીથી હરિદ્વાર રપપ કિમી છે તો એ ટ્રેનને વિસ્તાર દિલ્લીથી હરિદ્વાર કરવામા આવે તો સૌરાષ્ટ્રને દૈનિક હરિદ્વારની સગવડ મળે તેમ છે.

વધુમા રમેશભાઇ ધડુકે જણાવેલ છે કે રાજકોટ દિલ્લી ફલાઇટને કાયમી ધોરણે જીવાડવી હોય તો તેને દહેરાદુન સુધી લંબાવવી જોઇએ એટલે તેને હરીદ્વારનો ટ્રાફીક મળે ફલાઇટ બંધ ન થાય હરીદ્વારનું હવાઇ મથક દહેરાદુન છે.

અંતમા તેમણે જણાવેલ છે કે, ત્રીજો વિકલ્પ તરીકે હરીદ્વાર દિલ્લી અમદાવાદ મેઇલ જે દૈનિક ચાલે છે તે અમદાવાદ કાલુપુર સ્ટેશને ૧૪ કલાક પડી રહે છે તેને રાજકોટ સુધી વધારી દેવામા આવે તો સૌરાષ્ટ્રને હરિદ્વારની કાયમ ટ્રેન મળે તેમ છે.(

(10:53 am IST)