Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

ગોંડલમાં રાજકોટની મહિલા પર સામુહીક દુષ્કર્મ આચરનારા છ શખ્સોની ધરપકડ

ગોંડલ પોલીસ મથકના પી.એસ.ઝાલા સહિતે છ શખ્સોને ઝડપી લીધા

ગોંડલઃ ગોંડલ શહેરના ભગવતપરા હરભોલે સોસાયટી પ્રમુખસ્વામી પાર્કના ખુલ્લા પ્લોટમાં રાજકોટની મહિલા ઉપર છ શખ્સો દ્વારા સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હોય પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીઓને ઝડપી લઇ પરિવારે હાથ ધરી હતી. રાજકોટની હોસ્પિટલમાં સારવાર માં આવેલ મહિલાએ ગોંડલના છ શખ્સો વિરુદ્ધ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ની સાથે જ નાયબ પોલીસ અધિક્ષક પ્રતિપાલસિંહ ઝાલા, સિટી પી.આઈ સંગાડા, પીઆઇ ગોહિલ તેમજ પી.એસ.આઇ બીએલ ઝાલા સહિતે ગણતરીની કલાકમાં નિખિલ ચંદુલાલ દાફડા, પ્રવીણ સોમાભાઈ પરમાર, રાહુલ મનસુખભાઈ રાદડિયા, અજય ઉર્ફે ગની વિનોદભાઈ દેરવાડિયા, મહેશ ભીખાભાઈ માનનસુરીયા તેમજ કલ્પેશ નરસિભાઈ પરમારને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી. (તસ્વીર : જીતેન્દ્ર આચાર્ય)

(1:08 pm IST)