Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

કેશોદના કરેણીના પેરામિલેટ્રી ફોર્સના જવાન મહેશસિંહ મકકા આસામમાં શહિદ

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ, તા. ૧૧ :. કેશોદ તાલુકાના કણેરી ગામના નિવાસી મહિયા ક્ષત્રિય સમાજના એસએસબી (SSB) પેરા મિલેટ્રી ફોર્સના ફૌજી જવાન મહેશસિંહ લખુભા મકકા ( ઉ.વ.૩૧) આસામ ખાતે શહીદ થયા છે.

ઙ્ગ ઙ્ગશહીદ વિરે માતા ભારતી માટે પોતાના પ્રાણની આહુતિ આપી છે. દેશ માટે જાન ન્યોછાવર કરનાર શહિદે પોતાના કુટુંબ, સમાજ,ગામ,તાલુકો તથા શ્રી મહિયા ક્ષત્રિય સમાજનું નામ ઉજજવળ કરી રોશન કરનાર વતન પ્રેમીઓ વીર શહીદ પ્રત્યે દુઃખની લાગણી સાથે ગર્વ પણ અનુભવી શકીએ છે કારણકે માં ભોમ ની રક્ષા કરતા તારીખ ૯.૧૦. ૨૦૨૧ ના રોજ વીરગતિને પ્રાપ્ત થયા છે. તેમના પાર્થિવ દેહને પોતાના માદરે વતન કણેરી ગામ ખાતે તા.ઙ્ગ ૧૨.૧૦.૨૦૨૧ મંગળવારઙ્ગ સવારે ૦૮ઙ્ગ વાગ્યે લશ્કરી નિયમ મુજબ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે.

શહિદના પાર્થિવદેહઙ્ગ કેશોદ ચારચોકમાંઙ્ગ તા. ૧૨.૧૦.૨૦૨૧ મંગળવાર ના સવારે ૦૭ કલાકે પહોંચશેઙ્ગ શહીદના પાર્થિવ દેહને લશ્કરી નિયમ અનુસાર કેશોદ થી શહીદના માદરે વતન ગામ કણેરી લઈ જવમાં આવશે જેમાં મોટી સંખ્યામા લોકો વાહનના કાફલા સાથે જોડાઈ શહિદની અંતિમ સફરમાં જોડાઈને વીર શહીદ ના આત્માને પરમ શાંતિ મળે તેમાટે શ્રધ્ધંજલી આપશે.

(3:55 pm IST)