Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

તળાજા પ્રા.શાળા શિક્ષકસંઘના પ્રમુખના ખાતામાંથી ઓનલાઇન ૪૬,૪૯૮ ઉપડી ગયા

નેહા નામની મહિલાએ ક્રેડિટ કાર્ડ ચાલુ કરાવવાના બહાને આવેલ ઓટીપી નંબર મેળવી છેતરપીંડી કરી

ભાવનગર તા.૧૨: તળાજાના ટીમાણાં ગામે રહેતા અને તાલુકા પ્રા. શિક્ષક સંઘના પ્રમુખપર ફોન આવેલ.મહિલા એ ક્રેડિટ કાર્ડ ચાલુ કરવાનું હોય તે બાબતે વાત કરી મોબાઈલમાં આવેલ ઓ.ટી.પી નંબર મેળવી શિક્ષકના ખાતામાં થી ઓન લાઈન રૂપિયા ટ્રાન્સફર કરી છેતરપીંડી કરી હતી.

આ બાબતે શિક્ષક વજેરામભાઈ લાધવા એ જણાવ્યું હતુંકે સાંજે ૫.૨૮ મિનિટએ ૯૭ ૬૦ ૪૭ ૨૭૯૦ પરથી ફોન આવેલ. ફોન કરનાર મહિલા એ નેહા નામ જણાવેલ. ક્રેડિડ કાર્ડ ચાલુ કરવા બાબતે વાત કરી હતી.મોબાઈલ માં આવતા ઓ.ટી.પી નંબર આપવા જણાવ્યું હતું. શિક્ષકે નંબર આપતા જ પ્રથમ વખત ૨૭,૯૯૯/- અને બીજી વખત ૧૮૪૯૯/-ની રકમ બોમ્બે એમેઝોન અને બેંગ્લોર માં ટ્રાન્સફર થઈ ગઈ હતી.આ બાબત ધ્યાનમાં આવતા તેઓ બેંકે દોડી ગયા હતા.

તેઓએ જણાવ્યું હતુંકે પોતે આવી છેતરપિંડી ઘટનાથી વાકેફ હતા.પણ પોતાએ ક્રેડિટ કાર્ડ કઢાવવા માટે એપ્લાય હોય તેથી મહિલાની વાત સાચી લાગતા ભોળવાઈ ગયેલ.મહિલા શુદ્ઘ ગુજરાતીમાં વાત કરતી હતી.આશ્ચર્યની વાત એછેકે બેકમાં પોતે ક્રેડિટ કાર્ડ કઢાવવા માટે એપ્લાય હોય તે ચીટર ગેંગને ખબર કેમ પડી? એ ઉપરાંત વાત કરનાર ગુજરાતી ભાષામાં વાત કરતી હોય હવે ઓનલાઇન છેતરપીંડીના કારનામાંમાં ગુજરાતી મહિલાઓ પણ જોડાઈ છે.

(11:52 am IST)