Gujarati News

Gujarati News

News of Thursday, 12th January 2023

મોરબીના રવાપર (નદી) ગામે નિવૃત આર્મી જવાનનું ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું.

મોરબી તાલુકાના રવાપર (નદી) ગામના રહેવાસી સહદેવસિંહ પ્રતાપસિંહ ઝાલા ૧૯૯૪ માં ભારતીય સેનામાં ભરતી થયા બાદ તેઓ ઉતરોતર બઢતી મેળવીને સુબેદાર બન્યા હતા જેઓ ગત ૩૧ ડીસેમ્બરના રોજ ૨૮ વર્ષ ફરજ નિભાવી સેવા નિવૃત થયા હોય જેથી ગ્રામજનોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું
 તેમના વતન રવાપર (નદી) ગામમાં સરપંચ બલભદ્રસિંહ ઝાની આગેવાની હેઠળ સુબેદાર સહદેવસિંહ ઝાલાનો ભવ્ય સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં અતિથી વિશેષ તરીકે ડો. જયેન્દ્રસિંહજી જાડેજા એમડી અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ, રાજપૂત સમાજ પ્રમુખ દશરથસિંહ ઝાલા, વી.એસ. જાડેજા ગુજરાત પ્રદેશ પ્રમુખ કરણી સેના, ભરતસિંહ જાડેજા, પ્રમુખ માજી સૈનિક મંડળ, ઓનનરી કેપ્ટન એચ કે જાડેજા અમદાવાદ પ્રમુખ સૈનિક મંડળ અશોકસિંહ જાડેજા મોરબી હરદેવસિંહ જાડેજા આર્મી ઓફિસર અને વાઈસ પ્રિન્સીપાલ આઈટીઆઈ જામનગર દિલુભા ઝાલા રંગપર, નિરૂભા ઝાલા રાજપૂત અગ્રણી અને પ્રદેશ મહામંત્રી મોરબીની ઉપસ્થિતિમાં સન્માન સમારોહ યોજાયો હતો
તે ઉપરાંત મોરબીના ડો. મિલનકુમાર ઉધરેજા, ડો. હાર્દિક જેસ્વાણી, સંસ્થા અગ્રણી હેતલબેન, પીયુષ બોપલીયા સહિતનાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા સુબેદાર સહદેવસિંહ ઝાલાનું ગ્રામજનોએ ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું.

(11:10 pm IST)