Gujarati News

Gujarati News

News of Thursday, 12th January 2023

જિલ્લા કલેક્ટર દિલીપ રાણાના અધ્યક્ષસ્થાને મુન્દ્રાના પ્રાગપર-૧ ગામે રાત્રિસભા યોજાઈ

ગામના તમામ વણઉકેલાયેલા પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવીશું - જિલ્લા કલેકટર દિલીપ રાણા

ભુજ:જિલ્લા કલેક્ટર  દિલીપ રાણાના અધ્યક્ષસ્થાને મુન્દ્રા તાલુકાના પ્રાગપર -૧ ગામે રાત્રિ સભાનું આયોજન વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. આ રાત્રિ સભામાં કલેક્ટરશ્રીએ ગામના વિવિધ વણઉકેલાયેલા પ્રશ્નો ગ્રામજનો પાસેથી સાંભળીને તેનું ઝડપથી નિરાકરણ લાવવા ખાતરી આપી હતી

 

પ્રાગપર -૧ ગામની રાત્રિ સભામાં ગ્રામજનોએ રોડ રસ્તા, પાણીની ટાંકી, નેશનલ હાઈવે પર લાઈટની મરમ્મત, માધ્યમિક શાળા, બીપીએલમાં સમાવેશ, એસટી બસની સુવિધા, પ્લોટ ફાળવણી વગેરે પ્રશ્નોની રજૂઆત કલેક્ટર સમક્ષ કરી હતી. કલેક્ટરએ આ તમામ પ્રશ્નોનું નિવારણ લાવવા ગ્રામજનોને ખાતરી આપી હતી. આ પ્રસંગે ગ્રામજનોએ ઉમકળાભેર કલેકટરનું સ્વાગત કર્યું હતું.

રાત્રિ સભા દરમિયાન પ્રાંત અધિકારી ચેતન મિસણ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી આસ્થા સોલંકી, જિલ્લા ખેતીવાડી અધિકારી કે.ઓ.વાઘેલા, મામલતદાર  વી.એ.પટેલ, સરપંચ  હરશીભાઈ, તલાટી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(12:41 am IST)