Gujarati News

Gujarati News

News of Thursday, 12th January 2023

જામનગર આઈ. ઈ. ડી યુનિટ દ્વારા દિવ્‍યાંગ બાળકોનો શૈક્ષણિક પ્રવાસ

જામનગર : શિયાળાની ઋતુઓ માં શાળાઓ માંથી પ્રવાસનું આયોજન થતું હોય છે ત્‍યારે  સમગ્ર શિક્ષા-આઈ.ઈ.ડી, યુનિટની ટીમ દ્વારા જામનગર  જિલ્લાના તાલુકાઓની સરકારી  શાળામાં અભ્‍યાસ કરતા  દિવ્‍યાંગજન અધિનિયમ ૨૦૧૬ એક્‍ટ મુજબ વિવિધ દિવ્‍યાંગતા ધરાવતા ૧૦૫ જેટલા દિવ્‍યાંગ બાળકોને જૂનાગઢ ખાતે શૈક્ષણિક પ્રવાસ માટે લઈજવામા આવેલ.જ્‍યાં આ બાળકોને તળેટી, વિલિંગ્‍ડન ડેમ, તોરણીયા અને મંગલમૂર્તિ દિવ્‍યાંગ બાળકોની સંસ્‍થા વગેરે સ્‍થળોની મુલાકાત કરાવામાં આવેલ, તેમજ સમગ્ર પ્રવાસના સમય દરમિયાન બાળકોને  નાસ્‍તો, બપોર અને રાત્રિનું સ્‍વાદિષ્ટ ભોજન કરવામાં આવેલ, આ બાળકોએ સકરબાગ માં વિવિધ પ્રકારના પ્રાણીઓ અને પક્ષીઓ જોઈને ખુબજ આનંદ મળ્‍યો આ પ્રવાસને સફળ બનાવવા બદલ  જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, આઈ.ઈ.ડી કો- ઓર્ડીનેટર, દરેક તાલુકાના બી.આર.સી.  કો-ઓર્ડીનેટર તેમજ અનુદાન આપનાર સર્વ દાતાઓનો તમામ વાલી અને સ્‍પેશીયલ એજ્‍યુકેટર અને  વિશિષ્ટ શિક્ષકો તમામનો આભાર માન્‍યો હતો. (તસ્‍વીર-અહેવાલ : મુકુંદ બદિયાણી જામનગર)

(10:31 am IST)