Gujarati News

Gujarati News

News of Thursday, 12th January 2023

કોડીનાર પ્રાથમિક શિક્ષક સંગઠન પરિવાર દ્વારા ક્રિકેટ ટુર્નામેન્‍ટ યોજાઇ

કોડીનાર : કોડીનાર પ્રાથમિક શિક્ષક સંગઠન પરિવાર દ્વારા કોડીનાર મુકામે ક્રિકેટ ટુર્નામેન્‍ટ રમાયેલ કોડીનાર ટીચર ટુર્નામેન્‍ટમાં કુલ ૧૧ ટીમે ભાગ લીધો હતો.જેમાં ઘાંટવડ ક્‍લસ્‍ટરની ટીમ રામનગર ક્‍લસ્‍ટર સામે વિજેતા બની હતી.૧૦ ઓવરમાં ૧૩૯ રનના વિશાલ સ્‍કોરને ઘાંટવડની ટીમે ૯.૩ બોલમાં સફળતા પૂર્વક ચેજ કરીને ફાઇનલમાં વિજેતા બની હતી.જીતના સહભાગી એવા અનિલભાઈ મોરી તેમજ રણજીતભાઈ ગોહિલે અંત સુધી ક્રિઝ પર રહીને ટીમને જીતાડવામાં મહત્‍વની ભૂમિકા ભજવી હતી.ટુર્નામેન્‍ટને સફળ બનાવતા દાતાઓમાં જલ્‍પા ગ્રુપ તરફથી જગદીશભાઈ ગોહિલ, શિવમ ગ્રુપ તરફથી જીતુભાઈ દાહીંમા, સરસ્‍વતી એજ્‍યુકેશન અને સ્‍પોર્ટ તરફથી મિલનભાઈ જાદવ તેમજ હિતેશભાઈ વાળા, ક્રિવા કન્‍સ્‍ટ્રક્‍શન તરફથી કિશનભાઇ જાદવ, ગાયત્રી સ્‍ટેશનરી તરફથી રવિસિંહ ઝાલા, એસ.આઇ.ગીરસોમનાથ વીનુભાઇ બારડ તેમજ તેમના પ્રતિનિધિ  ઓનાં હસ્‍તે ઇનામ તેમજ શિલ્‍ડ વિતરણ કરવામાં આવ્‍યું હતું. આ ઉપરાંત કોડીનાર તાલુકા કે.ની. નોંઘણભાઈ ચાવડા તેમજ ટીપીઇઓ  સામતભાઈ ડોડીયા, નારણભાઈ ઝાલા તેમજ બી આર સી જયાબેન ગોહિલે વિજેતા ટીમને શુભેચ્‍છા પાઠવી હતી.સમાપન વિધિ વખતે રાજ્‍ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ હરિભાઈ વાળા તેમજ ગુજરાત રાજ્‍ય ઉત્‍કર્ષ મંડળના પ્રમુખ ડી ડી મકવાણા  એ ખાસ હાજરી આપી સ્‍પોર્ટ મેન સ્‍પિરિટ, બેસ્‍ટ બોલર, બેસ્‍ટ બેટ્‍સમેન તેમજ મેન ઓફ ધ સિરીઝ વગેરે ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી.(તસ્‍વીર-અહેવાલ : અશોક પાઠક કોડિનાર)

(10:39 am IST)