Gujarati News

Gujarati News

News of Thursday, 12th January 2023

વાંકાનેર : અંધ-અપંગ ગૌશાળાની ૧૧૫૦ ગૌમાતા આપણા સહુનો સહકાર ઝંખે છે

અંધ અપંગ ગૌશાળા વાંકાનેર દ્વારા ગૌમૂત્ર અને ગૌ ગોબરમાંથી પંચગવ્‍ય ઘરવપરાશ અને શરીર માટે ઉપયોગી ગૌશાળાનું વલોણાથી બનાવેલુ શુધ્‍ધ ઘી તેમજ સેમ્‍પુ, હેરઓઇલ, ફીનાઇલ તેમજ ધુપબતી સહિતની વસ્‍તુઓ બનાવવાનું શરૂ કર્યું છે. વાંકાનેર ગૌશાળાની જીનપરા ઓફીસેથી વેચાણ પણ શરૂ કરવામાં આવ્‍યું છે. જેનો સર્વે ગૌભક્‍તોએ લાભ લેવા ગૌશાળાના ટ્રસ્‍ટીઓએ અપીલ કરી છે.

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર,તા. ૧૨ : રાજયના ત્રણ ત્રણ મુખ્‍યમંત્રીશ્રી દ્વારા સન્‍માનીત થયેલ અંધ-અપંગ અશકત ગૌમાતાની સેવાની જ્‍યોત પ્રસરાવતી વાંકાનેરના જીનપરા વિસ્‍તારમાં આવેલ અંધ-અપંગ ગૌઆશ્રમ ટ્રસ્‍ટના નામે ગૌશાળામાં સંતોથી વિશેષ અંધ-અપંગ ગૌમાતાઓની સંભાળ લેવામાં આવે છે. આ ગૌશાળામા ગામાતાને લીલી-સુકુ ઘાસ ગોળ-ખોળ ઉપરાંત દરેક ગાયનું શારીરીક સ્‍વાસ્‍થ્‍ય જળવાય રહે તે માટે નિષ્‍ણાંત પશુ ચિકિત્‍સક દ્વારા નિયમીત સારવાર આપવામાં આવે છે. ઉપરાંત આજુબાજુના વિસ્‍તારમાં કોઇ પણ જગ્‍યાએ એકસીડન્‍ટથી ઘાયલ થયેલ ગૌમાતાઓને સંસ્‍થા દ્વારા તેના જ વાહનમાં ગૌશાળાએ લાવીને તાત્‍કાલીક સારવાર અપાય છે. સંસ્‍થા દ્વારા વાંકાનેર નજીક રાજાવડલા રોડ પર ગૌમાતા માટે આઠ એકર જગ્‍યામાં ૧૭ મોટો શેડ, વિશાળ ઘાસ ગોડાઉન, પાણી માટેના સુંદર અવેડાઓ, અદ્યતન ઓપરેશન થઇ શકે તેવું દવાખાનું તેમજ પંખીઓ માટે સુંદર ચબુતરો વિગેરેની વ્‍યવસ્‍થા કરવામાં આવી હોવાનું સંસ્‍થાની યાદીમાં જણાવાયું છે.

દરરોજ રૂપિયા પાંસઠ હજારથી વધુ ખર્ચને પહોંચી વળવા માટે મક્રરસંક્રાંતિના પાવન દિવસે ગૌમાતા માટે આર્થિક સહિતનો સહકાર વરસાવવા ટ્રસ્‍ટીઓ, રાજકોટ ગૌસેવા સમિતિ, મોરબી ગૌસેવા સમિતિ, જામનગર ગૌસેવા સમિતિ દ્વારા અપીલ કરવામાં આવેલ છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ વાંકાનેરની અંધ-અપંગ ગૌશાળા માટે નીચે મુજબના સ્‍થળો ઉપર ગૌભકતો ગૌમાતા માટે આપનો યત્‍કિંચિત સહકાર મેળવવા કાર્યરત રહેશે.

વાંકાનેર અંધ-અપંગ ગૌ આશ્રમના પ્રમુખશ્રી તથા ટ્રસ્‍ટીશ્રીઓ, રાજકોટ ગૌસેવા સમિતિ, મોરબી તથા જામનગર ગૌસેવા સમિતિએ સૌના સહકાર માટેની અપીલ કરે છે.સમગ્ર સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં લીલા સુકા ઘાસચારાનો ભાવ પણ દિન પ્રતિદિન વધી રહ્યો છે. ત્‍યારે ગૌશાળાની સ્‍થિતી દયનીય બની જાય છે. ગાયોને નિભાવવાનો ખર્ચ રોજબરોજ વધતો જાય છે. આવનારા ઉનાળાના દિવસો કાઢવા ગૌશાળા ચલાવતી સંસ્‍થાઓને વધુ કષ્‍ટદાયક દેખાય રહ્યા છે ત્‍યારે ગૌભકતોનો સાથ સહયોગ અતિ આવશ્‍યક છે.

રાજકોટમાં મકરસંક્રાંતિના પાવન પર્વ નિમિતે વાંકાનેર અંધ-અપંગ-ગૌ આશ્રમ ટ્રસ્‍ટ દ્વારા રાજકોટ મધ્‍યે અંબિકા પાર્ક, સ્‍વામીનારાયણ ગુરૂકુળ, સોરઠીયા વાડી (ઘનશ્‍યાભાઇ), કોટેચા ચોક પ્રદિપભાઇ, ગાયત્રી એન્‍જી.કોપો., રાધે હોટલ ૧૫૦ ફુટ રીંગ રોડ, ઇન્‍દિરા સર્કલ સંતોષ ડેરી પાસે, પાણીનો ઘોડો પેડક રોડ, ભકિતનગર સર્કલ, ઇન્‍દિરા સર્કલ પટેલ ડેરી પાસે, સાંગણવા ચોક, કોટેચા ચોક (મહિલા ગ્રુપ), બાલાજી હોલ ૧૫૦ ફુટ રીંગ રોડ, જાગનાથ મંદિર, પુષ્‍કરધામ મંદિર, મવડી મેઇન રોડ, અમીન માર્ગ, પંચનાથ મંદિર, માયાણી ચોક, રૈયા ચોકડી, સાધુવાસવાણી રોડ ગંગોત્રી ડેરી, સોરઠીયાવાડી, રાણીટાવર, ત્રિકોણબાગ, નંદાહોલ, ઝુલેલા મંદિર, લીલા ખંડપીઠ, જંકશન પ્‍લોટ, બજરંગ સોડા, સ્‍વામીનારાયણ ચોક, બાપાસીતારામ ચોક, એરોડ્રામ રોડ, કે.કે.વી હોલ, એસ્‍ટ્રોન સોસાયટી, પંચાયત ચોક, નાણાવટી ચોક, કિશાનપરા, સદગુરૂ સાનિધ્‍ય ચોક (સંતકબીર રોડ), પેલેસ રોડ આશાપુરા મંદિરની બાજુમાં, એસ્‍ટ્રોન ચોક, રાજનગર ચોક, ત્રિમુર્તિ બાલાજી મંદિર ૧૫૦ ફુટ રીંગ રોડ, આબલીયા હનુમાન જંકશન, સાધુ વાસવાણી રોડ ભવાની ગોલા સામે, ત્રિવેણી ગેઇટ સંતકબીર રોડ, શીવ ફેમીલી રેસ્‍ટોરન્‍ટ કુવાડવા રોડ, જય ઓટો કન્‍સ્‍લટ ૮૦ ફુટ રોડ, અકીલા ચોક, ગુંદાવાડી ચોરા પાસે, રામપીર ચોકડી, રામેશ્વર ચોક, આમ્રપાણી ફાટક પાસે, બાલા હનુમાન કરણસિંહજી રોડ, નાના મવા રોડ, મવડી મેઇન રોડ ખોડીયાર ડેરી પાસે, શેઠનગર મોદી એસ્‍ટેટ, ગોંડલ ચોકડી, ગ્રીનલેન્‍ડ ચોકડી.

મોરબીમાં ખોડિયાર રેસ્‍ટોરન્‍ટ જુના બસસ્‍ટેન્‍ડ પાસે, સદગુરૂ મીલ્‍ડ પોઇન્‍ટ શનાળા રોડ, દીના પ્રોવિઝન વર્ધમાન રેડીડન્‍ટ કેનાલ રોડ, પટેલ મેડીકલ રવાપર રોડ, ગાંધીચોક પેટ્રોલ પંપની બાજુમાં, મયુર પાન પંચવટી સોસાયટી નવયુગ સ્‍કુલ પાસે, ડાયમંડ માર્કેટ રવાપર રોડ, નવા બસસ્‍ટેન્‍ડ પાસે સરદાર સ્‍ટેચ્‍યુ, શકિત પુષ્‍પ ભંડાર ગ્રીનચોક, લીલા લહેર રવાપર રોડ, ઉમીયા સર્કલ શનાળા રોડ, શ્રીજી પાર્ક-૨, રવિ પાર્ક-૨, વાવડી રોડ, આદર્શ સોસાયટી સરદાર બાગ, ભાવિક પ્રોવિઝન ગોપાલ સોસાયટી, મારૂતિ જનલ ઋષભનગર, રાજા મેડીકલ સ્‍ટોર સાવસર પ્‍લોટ મેઇન રોડ, બાલાજી પ્રોવિઝન માધાપર ઝાંપા સામે, જાગૃતિ નોવેલ્‍ટી શકિત પ્‍લોટ, નજરબાગ રેલ્‍વે સ્‍ટેશન, આકાર એપાર્ટમેન્‍ટ લખધીરવાસ, ગેંડા સર્કલ, એવન્‍યુ પાર્ક રવાપર રોડ, મહેશ્વરી મેડીકલ રાજનગર, ખોડીયાર પ્રોવિઝન કુબેરનગર, નેહરૂ ગેઇટ ચોક, સ્‍વાગત હોલ કેનાલ ચોકડી રવાપર રોડ, સ્‍વામીનારાયણ મંદિર શનાળા રોડ, સિધ્‍ધી વિનાયક ધુનડા, અવધ શ્રીકુંજ સોસાયટી, બાલાજી પ્રોવિઝન અવની ચોકડી, ડો.દિલિપભાઇ ભટ્ટ ન્‍યુ ગુજ. હા., પસંદ ચા-નવા ડેલા રોડ, ઉત્‍સવ પ્રોવિઝન પાટીદાર ટાઉનશીપ, રઘુવીર એસ.ડી.પી.સી.ઓ વસંત પ્‍લોટ, બંસીધર ડેરી ફાર્મ મહેન્‍દ્રનગર ચોકડી, ઉમા ટાઉનશીપ ચોક મોરબી-૨, વૃંદાવન પાર્ક ગેઇટ મોરબી-૨, વૃષભનગર ગેઇટ મોરબી-૨, રામદૂત પાન-શ્રીમદ રાજનગર પંચાસર રોડ, સરદાર નગર.

 જામનગરમાં બાલા હનુમાન મંદિર સામે તળાવની પાછળ, સેન્‍ટઅંશ સ્‍કૂલ સામે પંડીત નહેરૂ માર્ગ, કિરિટ સ્‍વીટ એન્‍ડ નમકીન પટેલ કોલોની ૯, ચાંદી બજાર ચોક, રણજીતનગર પટેલ સમાજની વાડી પાસે, રામેશ્વરનગર-૨ સરદાર ભવન, ખોડીયાર કોલોની પાસે, ગુરુદતાત્રેય મંદિર પાસે, એમ્‍યુઝન પાર્ક, જનતા ફાટક ઇન્‍દીરારોડ, પટેલ પાર્ક, બેડી ગેઇટ, ઉદ્યોગનગર ફેઇસ-૩, ખાતે આપનો સહકાર મેળવવા વ્‍યવસ્‍થા કરવામાં આવેલ છે.

સુરેન્‍દ્રનગરમાં અમર સેલ્‍સ કંપની જુના ગેઇટ સ્‍ટેશન પાસે, રાજ મંદિર પાસે-મલ્‍હાર ચોક, માતુશ્રી કોમ્‍પ્‍લેક્ષ રતનપર (જોરાવનગર) ક્રોઝવે પાસે, દિપ ચશ્‍મા ઘર ન્‍યુ અન્‍ડર બ્રીજ પાસે, ૮૦ ફુટ રોડ નવરંગ સોસાયટી પાસે, નવા જંકશન રોડ કુન્‍તુનાથ દેરાસર ચોક પાસે.

વાંકાનેરમાં શ્રી અંધ અપંગ ગૌઆશ્રમની ઓફીસ જીનપરા, જયશ્રી રામ દુગ્‍ધાલય (ભાઇલાલભાઇ પેંડાવાળા) તેમજ જીતુભાઇ સોમાણી ગ્રુપ મારકીટ ચોક, ગૌશાળા ઓફીસ, ગોપાલવાડી રાજાવડલા ઓફીસ.

જામખંભાળીયા મુકેશભાઇ પંચમતીયા તેમજ ગૌસેવા સમિતિ સાગર એન્‍ટરપ્રાઇઝ પોસ્‍ટ ઓફીસ રોડ.

વાંકાનેરની અંધ-અપંગ ગૌમાતાઓ માટે ઉપરોકત સ્‍થળે ખાસ નાની-નાની છાવણીઓ સેવાભાવી મિત્રો દ્વારા (મંડપ) ઉભા કરી વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવેલ છે. જેમાં સેવાભાવી કાર્યકરો ઉપસ્‍થિત રહેશે.

(11:45 am IST)