Gujarati News

Gujarati News

News of Thursday, 12th January 2023

ઓખા રઘુવંશી સમાજના યુવાઓની ઉચ્‍ચશિક્ષણ ક્ષેત્રે અનોખી સિધ્‍ધિ હાંસલ

વિઠ્ઠલાણી પરિવારના માનવ BSC IT કોમ્‍પ્‍યુટર ક્ષેત્રે તથા પોપટ પરીવારની તોરલ પોપટ, અબુધાબી ખાતે CA ફાઇનલ પરિક્ષા પાસ કરી

(ભરત બારાઇ દ્વારા) ઓખા,તા. ૧૨ : રઘુવંશી સમાજના યુવા અગ્રણી અલ્‍પેશ ભગવાનદાસ વિઠ્ઠલાણીના પુત્ર માનવ ઓખા મીઠાપુર ડીએવી સ્‍કૂલમાં અભ્‍યાસ કરી ઉચ્‍ચ અભ્‍યાસ માટે રાજકોટ બી.એસસી આઇટી સાઇબર સિક્‍યુરિટી કોમ્‍પ્‍યુટરનો ત્રણ વર્ષનો અભ્‍યાસ કરી ત્રણેય વર્ષે ગોલ્‍ડ મેડલ મેળવી ઓખા મંડળ દેવભૂમિ દ્વારકા રઘુવંશી સમાજનું ગૌરવ વધાર્યું છે. તેમને મહેસાણા ગણપત યુનિવર્સિટી ખાતે મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ હસ્‍તે ગોલ્‍ડ મેડલ મેળવેલ છે.

તેવી જ રીતે મુળ ઓખાના વેપારી યુવા અગ્રણી વિમલભાઇ પોપટની યુવા દીકરી તોરલ જીગરકુમાર પાબારીએ અબુધાબી ખાતે સી.એ. ફાઇનલ પરિક્ષા પાસ કરી વિદેશમાં પણ રઘુવંશી સમાજનું ગૌરવ વધાર્યું હતું. જે બદલ ઓખા મંડળ દેવભૂમિ દ્વારકાના રઘુવંશી મહાજન સાથે તમામ સમાજના અગ્રણીઓએ શુભેચ્‍છા પાઠવી હતી

(12:07 pm IST)