Gujarati News

Gujarati News

News of Thursday, 12th January 2023

પુર્ણ કરતા કે.સી.રાઠોડઃ નવા રોડ માટે ર૦ કરોડ મંજુર

(નવીન જોષી દ્વારા) ઉના, તા., ૧૨:  ધારાસભ્ય તરીકે હજુ ૧ મહિના પહેલા જ ચુંટાયેલા ભાજપાના ધારાસભ્ય કાળુભાઇ રાઠોડે ઉના-ગીરગઢડાનાં મતદારોને આપેલ વિકાસના વચનને ટુંકા ગાળામાં જ સાર્થક કરી બતાવ્યું છે અને તેમણે ઉના-ગીરગઢડા પંથકમાં નવા રસ્તાઓ માટે ર૦ કરોડ સરકારમાં મંજુર કરાયેલ છે.

ઉના તથા ગીરગઢડા તાલુકાનાં આયોજન બહારના (નોન પ્લાન) ૧ર જેટલા રોડ રસ્તાઓને નવા બનાવવા માટે ડબલ એન્જીનની ભાજપા સરકારના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને કરેલ અસરકારક રજુઆતના પરીણામે રાજય સરકાર દ્વારા રૃા. ર૪ કરોડનાં ખર્ચે આવા ગ્રામ્ય વિસ્તારનાં રસ્તાઓ કે જે લોકો માટે અત્યંત ઉપયોગી અને એક ગામથી બીજા ગામ જવા માટે અંતરની દ્રષ્ટીએ ટુંકા હતા તેવા (૧) યાજપુર -વાવરડા રોડ (ર) કોદીયા - ઇટવાયા રોડ (૩) ખજુદ્રા - ખડા રોડ (૪) માણેકપુર - ખત્રીવાડા રોડ (પ) લામધાર - ગુપ્તપ્રયાગ રોડ  (૬) જુના ઉગલા - ભડીયાદર રોડ (૭) નાના સમઢીયાળા - રબારીકા રોડ (૮) ભાચા - વાવરડા રોડ (૯) નવી વાજડી  - જુની વાજડી રોડ (૧૦) શાહડેસર -ઓસવાણ રોડ  (૧૧) કાણેકબરડા - સુલતાનપુર રોડ તથા ઉમેજ અને આજુબાજુનાં ગ્રામજનોની લાંબા સમયથી જે રોડની માંગણી હતી તેવા (૧ર) ઉમેજ - સામતેર - બેડીયા વાયા રાવલ નદીથી સ્ટેટ હાઇવેને જોડતા રોડને આગામી ટુંક સમયમાં જ ટેન્ડર પ્રક્રિયા પુર્ણ થયા બાદ નવા બનાવવાની કામગીરી શરૃ શરૃ થશે.

ઉલ્લેખનીય છે કે આ રોડ નવા બનાવવાનાં કારણે ખેડુતો તથા ગ્રામજનોને બીજા ગામ જવા માટે તેમજ વચ્ચે આવતા પોતાની માલીકીના ખેતરોમાં જવા માટે પણ આ રસ્તાઓ ઉપયોગી બનશે. ધારાસભ્યશ્રી કે.સી.રાઠોડને સક્રિયતાનાં કારણે ગુજરાત સરકાર શ્રી દ્વારા મંજુર કરાયેલા આ ૧ર નોન પ્લાન રોડ નવા બનાવવાના નિર્ણયથી

(12:12 pm IST)