Gujarati News

Gujarati News

News of Thursday, 12th January 2023

૯.૩૪ મિનિટનો નવો રેકોર્ડ સર્જીને ભાઈઓમાં પ્રથમ ક્રમે વિજેતા મેર ચેતન અને ૧૩.૩૫ મિનિટનો નવો રેકોર્ડ સર્જીને બહેનોમાં પ્રથમ ક્રમે વિજેતા ચૌહાણ યશના

ખેલશે ગુજરાત - જીતશે ગુજરાતઃ યુવા દિવસે રાજ્‍યકક્ષાની તળતીય ઓસમ આરોહણ - અવરોહણઃ સ્‍પર્ધામાં જોમ - જુસ્‍સા સાથે કૌવત બતાવતા ૪૧૪ યુવા સ્‍પર્ધકો : સ્‍પર્ધકોને રાષ્‍ટ્રીય - આંતરરાષ્‍ટ્રીય સ્‍પર્ધાઓમાં પ્રતિનિધિત્‍વ માટે પ્રોત્‍સાહિત કરવા રાજ્‍યકક્ષાની સ્‍પર્ધાઓની ભૂમિકા મહત્‍વની CCTV, રેડિયો ફ્રિકવન્‍સી ચીપની મદદથી સચોટ પરિણામ સાથે વિજેતાઓને ૨,૩૪,૦૦૦/- ના રોકડ પુરસ્‍કાર એનાયત કરાયા

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી, તા. ૧ર :  શિયાળાની ગુલાબી ઠંડીમાં અને પ્રકળતિના સાંનિધ્‍યને અનુભવ કરતાં પૂરા જોમ જુસ્‍સા સાથે ગુજરાત સરકારશ્રીના રમત ગમત, યુવા અને સાંસ્‍કળતિક પ્રવુતિઓ વિભાગ - ગાંધીનગર અને રાજકોટ જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે  ગુજરાતના ૮ જિલ્લાના જુનિયર ભાઈઓ અને બહેનોની રાજ્‍યકક્ષાની ૅતળતીય ઓસમ આરોહણ - અવરોહણ સ્‍પર્ધાૅનો ધોરાજી તાલુકાના નાયબ કલેકટરશ્રી જયેશ લીખિયા દ્વારા ઓસમ તળેટી ખાતેથી ફ્‌લેગ ઓફ આપીને શુભારંભ કરવામાં આવ્‍યો હતો. જેમાં ૧૦.૦૮ મિનિટનો જૂનો રેકોર્ડ તોડીને ૯.૩૪ મિનિટના રેકોર્ડ સાથે ભાઈઓમાં પ્રથમ ક્રમાંકે મેર ચેતન, દ્વિતીય ક્રમાંકે ૧૦.૪૯ મિનિટ સાથે ડાભી રણછોડ અને તળતીય ક્રમાંકે ૧૦.૫૧ મિનિટ સાથે કાલરીયા ક્રિશ તેમજ બહેનોમાં ૧૪.૦૪ મિનિટનો જૂનો રેકોર્ડ તોડીને ૧૩.૩૫ મિનિટના નવા રેકોર્ડ સાથે પ્રથમ ક્રમાંકે ચૌહાણ યશના, દ્વિતીય ક્રમાંકે ૧૩.૪૧ મિનિટ સાથે બાવળીયા ત્રિશા અને તળતીય ક્રમાંકે ૧૩.૪૫ મિનિટ સાથે પામકા કળપા ઓસમ આરોહણ સ્‍પર્ધામાં વિજેતા થયા છે.

આ પ્રસંગે યુવા દિવસ નિમિત્તે સ્‍વામી વિવેકાનંદને યાદ કરતા ધોરાજી તાલુકાના નાયબ કલેકટરશ્રી જયેશ લીખિયાએ જણાવ્‍યું હતું કે, સ્‍પર્ધામાં ખેલદિલી સાથે ભાગ લેવો એજ મહત્‍વની બાબત છે. વિજેતા ખેલાડીઓ સાથે જેણે ઉત્તમ પ્રયાસો કર્યા એ દરેક ખેલાડીઓને શુભેચ્‍છાઓ પાઠવી હતી. રાજ્‍ય સરકાર દ્વારા રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય સ્‍પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્‍વ વધુ મજબૂત બને તે માટે શ્રેષ્ઠ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજ્‍યકક્ષાની સ્‍પર્ધાઓનું આયોજન સ્‍પર્ધકોને પ્રોત્‍સાહન પૂરું પાડીને આગળ વધવા માટે મહત્‍વનો ભાગ ભજવે છે.

આ સ્‍પર્ધામાં રાજકોટ, જુનાગઢ, ગીરસોમનાથ, મોરબી, સુરેન્‍દ્રનગર, ભાવનગર, બોટાદ, જામનગર એમ કુલ ૮ જિલ્લામાંથી ઉં.૧૪ વર્ષથી ૧૮ વર્ષના ૨૫૨ ભાઈઓ તથા ૧૬૨ બહેનો સહિત ૪૧૪ ખેલાડીઓ ભાગ લીધો હતો. જેમાં સ્‍પર્ધકોએ ઓસમ ડુંગર ઉપર આવેલાં માત્રીમાતાના મંદિરથી ટપકેશ્વર મહાદેવ થઈ તળેટીએ પરત પહોંચવાનું હતું.

 સંપૂર્ણ ખેલદિલી સાથે સ્‍પર્ધામાં જોડાયેલ ખેલાડીઓને ચેસ્‍ટ નંબર આપવાથી માંડી સેકન્‍ડ ટુ સેકન્‍ડ સમય સાથેનું રીઝલ્‍ટ આધુનિક ટેકનોલોજીની મદદથી રેડિયો ફ્રિકવન્‍સી ચીપ સીસ્‍ટમ સાથે પરિણામ તૈયાર કરવામાં આવ્‍યું હતું. આ સિસ્‍ટમનો ઉપયોગ હાલ પોલીસ ભરતી માટે થઈ રહ્યો છે. ખેલાડીઓની સુરક્ષા માટે સીસીટીવી કેમેરાથી સંપૂર્ણ સ્‍પર્ધાનું સુપરવિઝન કરવામાં આવ્‍યું હતું. વધુમાં સ્‍પર્ધામાં સુચારૂ વ્‍યવસ્‍થા તથા સ્‍પર્ધકોનો ઉત્‍સાહ વધારવા માટે આશરે ૫૩ શિક્ષકો તથા ૩૦ સ્‍વયંસેવકો જોડાયા હતા.

આ તકે રાજ્‍ય સરકાર દ્વારા સ્‍પર્ધામાં પ્રથમ નંબરે વિજેતા થયેલ ખેલાડીને રૂ. ૨૫૦૦૦/- દ્વિતિય નંબરને રૂ.૨૦,૦૦૦/- તળતિય નંબરને રૂ. ૧૫,૦૦૦/- એમ કુલ મળી ૧ થી ૧૦ નંબર સુધી વિજેતા થયેલ ખેલાડીઓને કુલ રૂ.૨,૩૪,૦૦૦/- ના રોકડ ઈનામો, પ્રમાણપત્ર અને ટ્રોફી એનાયત કરી સ્‍પર્ધકોને પ્રોત્‍સાહીત કરવામાં આવ્‍યા હતા. ઉપરાંત સમય મર્યાદામાં પૂર્ણ કરેલ સ્‍પર્ધકોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્‍યા હતા.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્‍યના જુદા જુદા જિલ્લામાં પર્વતારોહકને પ્રોત્‍સાહન આપવા માટે ગુજરાત સરકારશ્રીના રમતગમત, યુવા અને સાંસ્‍કળતિક પ્રવળતિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૧૯થી પર્વતારોહણ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતમાં જુનાગઢ, ચોટીલા, પાવગઢ, ઇડર સહિત ઓસમ ડુંગર ખાતે આરોહણ અવરોહણ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવે છે.

આ કાર્યક્રમમાં પાટણવાવ સરપંચશ્રી પ્રવીણભાઈ પેથાણી, પ્રવાસન સમિતિના અલ્‍પેશભાઈ પેથાણી, સભ્‍યશ્રી મનુભાઈ પેથાણી જિલ્લા પંચાયત સદસ્‍ય વિરલભાઈ પનારા, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી એચ.પી.દિહોરા, જિલ્લા રમત અધિકારી શ્રી વિરેન્‍દ્રસિંહ જાડેજા, ધોરાજી મામલતદારશ્રી એમ.જી.જાડેજા, ઉપલેટા મામલતદારશ્રી એમ. ટી. ધનવાણી, ધોરાજી તાલુકા વિકાસ અધિકારીશ્રી પી.ડી.ડઢાણીયા, સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, વિદ્યાર્થીઓ તથા નાગરીકો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

(1:26 pm IST)