Gujarati News

Gujarati News

News of Thursday, 12th January 2023

જામનગર સાધના કોલોનીમાં મંગળવારની ગુજરી બજાર કાયમી બંધ કરવા હિન્‍દુ સેનાની માંગણી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૨: જામનગરના ૯૦ ટકા હિન્‍દુ વસ્‍તી ધરાવતા સાધના કોલોની ગેટ નંબર ૧,૨,૩માં વેપારીઓ દ્વારા શાંતિથી વેપાર થતો હોય છે,પરંતુ છેલ્લા ઘણા સમયથી દર મંગળવારે બહારથી આવતા અજાણ્‍યા વેપારીઓ તેમજ અમુક બિરાદરીના વેપારીઓ દ્વારા અડચણ ઊભી થાય છે એટલું જ નહીં ટ્રાફિકની સમસ્‍યા, ચોરી, પાકીટ ચોરી, વેપારીઓ સાથે મારામારી તેમજ ખોટા ત્રાસ આપી પૈસા પડાવવા જેવા બનાવો વધ્‍યા છે અને ચોક્કસ બિરાદરીની ગેંગ સક્રિય થઈ ગઈ છે ત્‍યારે તાજેતરમાં જ હિન્‍દુ વેપાર પર વેપારી પર વિધર્મી ગેંગ દ્વારા જાન લેવા હુમલો કરી વેપારીઓમાં ખોફ ઊભો કરવાનો પ્રયત્‍ન કરેલ છે. જેથી વેપારીઓએ બંધ પાડી અને સરકારના સહારે પહોંચી ગયા હતા.

સાધના કોલોનીની ગુજરી બજારમાં આવા બનાવો અનેક વખત બનતા હોય. જેથી હિન્‍દુ સેના દ્વારા કલેક્‍ટર, ડીએસપી, કમિશનર, સાંસદ, ધારાસભ્‍યને રજૂઆત કરી છે કે ત્‍યાં ટ્રાફિક તેમજ શાંતિ ડોહડાતી હોય એ યોજના બંધ ચોક્કસ બિરાદરીની ગેંગ દ્વારા કાવતરું ચલાવતું હોય તો આવી ગેંગ કે આવા તત્‍વોને સબક શીખવવા અને કાયદેસરની કાર્યવાહી કરવા હિન્‍દુ સેના માંગણી કરી રહી છે.

કમિશનર તેમજ પોલીસ ડિપાર્ટમેન્‍ટની મદદથી સાધના કોલોની માં ચાલતી મંગળવારની ગુજરી બજાર કાયમી માટે બંધ થાય તેવી હિન્‍દુ સેના માંગણી કરે છે અને આવા બનાવોને અટકાવવામાં નહીં આવે તો આવતા સમયમાં ખૂન ખરાબા જેવા બનાવો બનશે જેની જવાબદારી સરકારની રહેશે.

હાલમાં દિન પ્રતિદિન આવી ગુજરી બજારો તેમજ વધુ પડતા વેપારીઓ ઉપર રોબ જમાવી પૈસા પડાવવા, બિલ્‍ડરો પાસે ખંડણી લેવી આવા બનાવો જામનગરમાં વધી રહ્યા છે.ᅠ આવા બનાવોને રોકવામાં નહીં આવે તો હિન્‍દુ સેના જાતે પ્રતિકાર કરવા મેદાને ઉતરશે તેથી શાંતિ દોહડાવાની શક્‍યતા હોય અને હિન્‍દુ મુસ્‍લિમ જેવું સ્‍વરૂપ પકડાય તે પહેલા જ આવા તત્‍વોને જબે કરી કાયદેસરની કાર્યવાહી કરવા હિન્‍દુ સેના વિનવી રહી છે.

તેમ મયુર ચંદન હિન્‍દુ સેના શહેર સંકલન પ્રમુખ ફોન નં. ૮૮૬૬૨ ૨૪૫૬૭ની યાદીમાં જણાવાયેલ છે.

(1:29 pm IST)