Gujarati News

Gujarati News

News of Thursday, 12th January 2023

પતિ-પત્‍ની વચ્‍ચેના વિવાદી કેસમાં જામનગરના ફેમીલી કોર્ટનો મહત્‍વનો ચુકાદો

હિન્‍દુ મેરેજ એકટના કેસમાં અરજદાર તરફે હુકમ

રાજકોટ તા.૧૧ : જામનગરમાં આઇટીઆઇ ઇન્‍સ્‍ટ્રકટર પતિ દ્વારા કરેલ છુટાછેડાના કેસમાં  ફેકલ્‍ટીના કારણોસર પતિની તરફેણમાં છુટાછેડાના ઐતિહાસિક ચુકાદો જામનગરની ફેમિલી કોર્ટ આપેલ હતો. આ કેસમાં ટુંકમાં હકિકત એવી છે કે, ઉત્તમ હેમતભાઇ દેવમુરારીના લગ્ન આ કામના સામાવાળા ડીમ્‍પલબેન જયદેવભાઇ અગ્રાવત સાથે તા.ર૮-૧-૧૯ના રોજ લ્‍ગ્ન હિન્‍દુ શાષાોકત વિધી મુજબ રાજકોટ મુકામે થયોલ હતા અને લગ્નની શરૂઆતથી જ ડીમ્‍પલબેનનો  વ્‍યવહાર, વર્તન,સારા ન હતા અને નાની નાની વાતોમાં વડીલોનું માન રાખતા ન હતા અને ઝઘડાઓ કરી અરજદારને સતત રીતે ટોર્ચર કરી માનસીક ત્રાસ આપતા હતા. સામાવાળાને અરજદારના માતા પિતા સાથે રહેવું ન હોય તેથી ખોટા વાંક કાઢી ખોટી ફરીયાદો કરી સામાવાળા હેરાન કરતા હોય અને કાયદાનો દુરઉપયોગ કરી અરજદાર તથા તેના પરિવાર સામે આઇપીસી કલમ ૪૯૮ (ક) મુજબની બે વાર પોલીસ ફરીયાદ કરેલ અને કલમ ૧રપ મુજબ ભરણ પોષણ તથા ડોમેસ્‍ટીક ાયોલેન્‍સ એકટ મુજબનો કેસ રાજકોટ મુકામે દાખલ કરેલ.

અરજદાર ઉત્તમભાઇ દેવમુરારી દ્વારા પોતાના વકીલશ્રી જીતેન્‍દ્ર નાખવા દ્વારા પોતાની પત્‍ની ડીમ્‍પલબેન સામે જામનગર ફેમીલી કોર્ટમાં હિન્‍દુ મેરેજ એકટ મુજબ ૧૩ (૧)(એ)(બી) તથા ર૭  મુજબ છુટાછેડાનો દાવો કરેલો જે દાવો ચાલી જતાં કોર્ટના રેકર્ડ પર સામાવાળા દ્વારા વારંવાર ખોટી પોલીસ ફરીયાદો તેમજ અરજદારને ફીઝીકલ તેમજ મેન્‍ટલ ક્રુઅલટી આપેલ છે. તેમજ માત્ર ત્રાસ આપવાના ઇરાદે ખોટી ગુમસુધાની ફરીયાદ પણ કરેલ છે. તેમજ અરજદારને તેના માતા-પિતાથી અલગ રહેવાની ફરજ પાડેલ છે. આમ તમામ પ્રકારની ક્રુઅલટી પુરવાર થયેલ હોય અને નામદાર કોર્ટ પણ એવું માનેલ કે ભવિષ્‍યમાં જો આ બંને સાથે રહેશે તો બંને માટે ડેન્‍જરર્સ સ્‍થિતિ ઉત્‍પન્‍ન થશે. તે સંજોગોમાં તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ધ્‍યાને લઇ અરજદારની તરફેણમાં છુટાછેડાનો હુકમ કરેલ છે.

ઉપરોકત કેસમાં જામનગરમાં આઇટીઆઇ ઇન્‍સ્‍ટ્રકટર ઉત્તમભાઇ હેમતભાઇ દેવમુરારી તરફે જાણીતા એડવોકેટ જીતેન્‍દ્ર એમ. નાખવા તથા યુવા એડવોકેટ સંજુ જે. નાખવા રોકાયેલ છે.

(1:31 pm IST)