Gujarati News

Gujarati News

News of Thursday, 12th January 2023

પોરબંદર અને બરડામાં વર્ષો પહેલા અખાત્રીજ અને પરશુરામ જયંતીએ પતંગ ઉડાડવામાં આવતી

આ દિવસોમાં પશ્ચિમ થી પુર્વ તરફ અને ઉતર-દક્ષિણ તરફનો પવન પતંગ રસીયાઓને સાનુકુળ રહે છે

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧૨: વિક્રમ સવંત ર૦૭૯ના પોષ વદ-૮ (આઠમ) તા.૧પ મી જાન્‍યુઆરી ર૦ર૩ના મકરસંક્રાંતી યાને ઉતરાયણ સુર્ય વૃષભ રાશી છોડી મકર રાશીમાં પ્રવેશ કરશે તે સાથે ધનાર્ક કુમુરતા પણ સમાપ્‍ત થતા વિવાહના શુભકાર્યનો આરંભ થશે. ધનાર્ક કમુરતા માધ માસનો સ્‍નાન મહિમા પણ રહેલ છે.

સુર્ય નાયરાણમાં મકર રાશીમાં ઠંડીનું પ્રમાણે પ્રૌરાણીક માન્‍યતા પ્રમાણે વધઘટ થતુ રહે છે. પુર્વ -દક્ષિણ દિશાથી પવન પમિ -ઉત્તર દિશા તરફ જાય છે. દાન પુણ્‍યનું મહાત્‍મય છે. આ દિવસમાં ગુજરાતમાં પતંગ ઉડાડવાનો મહિમા રહેલ છે. જયારે સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ગ્રીષ્‍મ ઋતુ શરદ ઋતુ વર્ષા ઋતુ શ્રાવણ માસ ગ્રીષ્‍મ ઋતુમાં વૈશાખ માસ દરમ્‍યાન પતંગ ઉડાડવામાં આવે છે. વર્ષાઋતુમાં શ્રાવણ માસ  અમાસનો પતંગ ઉડાડવાનો રહે છે. દક્ષિણ સૌરાષ્‍ટ્ર-જુનાગઢ-માંગરોળ-વેરાવળ વિગેરે.

જયારે પોરબંદર-પમિ બરડા વિસ્‍તારમાં અખાત્રીજ યાને પરશુરામ જયંતીના દિને પતંગ ઉડાડવાનો મહિમા હતો. આ દિવસ દરમ્‍યાન પવન પમિથી પુર્વ તરફ ઉતર દક્ષિણ વચ્‍ચેનો હોય છે. પતંગ રસીયાઓને વધારે સાનુકુળ રહે છે.

બરડા વિસ્‍તાની આ પરંપરા ગણાતી હતી. છેલ્લા પંદરેક વરસથી વૈશાખ શુદ ૩ ત્રીજની પરંપરા ભુલાણી અન્‍યથા બદલાવ આવ્‍યો. અને મકર સંક્રાંતી ઉતરાયણના પતંગો ઉત્‍સવ પતસંગ રસીયાઓ દ્વારા આકાશમાં અથવા ખુલ્લા મેદાનમાં વહેલી સવારથી પતંગ ઉડાડવા કાર્યરત બને છે.

પતંગ રસીયાઓનેમાટે મકર સંક્રાંતીએ પતંગ હરીફાઇ પેચ લડાવવા વિગેરે અવનવી જાતના પતંગો આકાશમાં ઉડતા જોવા મળે છે. સરકાર દ્વારા પણ પ્રોત્‍સાહીત કરવામાં આવેલ છે. દેશ-વિદેશથી પતંગ રસીયા સરકાર દ્વાાર યોજાતી પતંગ હરીફાઇમાં ભાગ લેવા પોતપોતાના વતનથી પતંગ દોરી લઇને આવે છે. કાચ-સરસ-અથવા ભાતથી કોરા દોરાનો માંજો અથવા રસ પાયેલ દોરાના થવાય અને દડા ફીરકીમાં વિંટાડેલ વહેચાતા હોય. કોઇ ઘર આંગણે માંજા બનાવી દોરા પર ચડાવે છે. પરંતુ પતંગ રસીયા માટે વિક્રમ સવંત ર૦૭૯ની મકર સંક્રાંતી મોંઘી બની છે. પતંગ-દોરામાં રપ ટકાનો ભાવ વધારો ચુકવવો  પડશે.

મકર સંક્રાંત ઉતરાયણના પતંગ ઉડાડનારા પતંગ રસીયાઓ કોરોનાની અસર બચવા વિવિધ પ્રકારના માસ્‍ક ખરીદી કરી રહયા છે. તેમજ પતંગ પેચમાં કયાય ત્‍યારે બ્‍યુગલ વગાડેલ નિર્દોષ આનંદ માણે છે. પતંગની મોજ માણશે. તેમજ આ વચ્‍ચે સુર્યકિરણથી ચાલતા પંખાવાળી સોલાર ટીપી અને સુરક્ષીત નાના લાઇટવાળા ફાનસની પણ ખરીદી થઇ રહી છે.

પતંગના સ્‍ટોલમાં આ વરસે ખાસ ઓટોમેટીક ફિરકી આવી છે.

જેમાં મોટરફીટ કરેલ છે. અને અઢી હજાર મીટર દોર છે. ફિરકીની બંને બાજુ સ્‍વીચ છે. જે ચાલુ કરવાથી દોર લપેટાઇ (વિંટાઇ) જશે અને રિવર્સમાં પણ આવશે. આ ફિરકીની કિંમત રૂા. રર૦૦ છે.

આ વખતે ભગવાનને ધરવા માટે ખાસ નવી પ્રકારની પતંગ અને ફીરકી આવી છે. જેમાં મેટલની કલરવાળી પતંગ અને મેટલની ફીરકી આવી છે. પતંગના વેપારી જણાવે છે કે જે તે સમયે (વખતે) કોટનના ભાવમાં વધારો થતા કાચા દોરાના ભાવ વધ્‍યા છે. જયારે જે તે સમયે (વખતે) કાગળનો ભાવ પણ વધ્‍યો હોય. જેથી પતંગના ભાવ પણ વધ્‍યા છે. ગત વર્ષે ૧૦૦ નંગ પતંગના રૂ). ૩ર૦ માં આવતી તેના ભાવ આ વરસે વિક્રમ સવંત ર૦૭૯  ઇ.સ. ર૦ર૧-રર-ર૩ ના વરસમાં ભાવ ૧૦૦ પતંગ રૂા. ૪પ૦ થયો છે.

(1:35 pm IST)