Gujarati News

Gujarati News

News of Thursday, 12th January 2023

સાવરકુંડલામા ઉતરાયણ પર્વ પર ઘાયલ પક્ષીઓ તથા માનવીને ઈજા ન થાય એ અંતર્ગત જાગળતિ કાર્યક્રમ યોજાયો

સાવરકુંડલાઃ વન પ્રકળતિ ચેરિટેબલ ટ્રસ્‍ટ - સાવરકુંડલા દ્વારા ઉતરાયણ પર્વ પર પતંગની દોરીથી પક્ષીઓ તથા માનવીને નાનીમોટી ઈજાઓ પહોંચતી હોય છે અમુક વખત મળત્‍યુ પણ થતું હોય છે. આવા બનાવો ન બને એ માટે આ ટ્રસ્‍ટે સાવરકુંડલા શહેરની કે.કે.હાઈસ્‍કુલ, જે.વી. મોદી હાઈસ્‍કુલ તથા શાળા નંબર - ૧, શાળા નંબર - ૨ શાળા નંબર - ૭ તેમજ અન્‍ય શાળાઓમાં જઈને ૪૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓમાં લોકજાગળતિ માટે પત્રીકાઓ વહેંચવામાં આવી હતી આ કાર્યક્રમમાં ચાઈનીઝ દોરીનો બહિષ્‍કાર કરવો, ખુલ્લી અગાશી પર પતંગ ચગાવવા નહીં, ઘરની બહાર જતી વખતે દોરીથી બચવા કાન, ગળું, નાક, શરીર ઢંકાય તેવા કપડા પહેરવા, જીવંત વારમાં દોરી ફસાય ત્‍યારે દોરી ખેંચવી નહીં, પક્ષીઓ ગભરાઈ જાય નહીં એ માટે લાઉડસ્‍પીકર ધીમા અવાજે વગાડવા તથા ઉતરાયણના દિવસે સવારે ૯:૦૦ પહેલા અને સાંજે ૫:૦૦ પછી પતંગ ચગાવવા નહીં, આ ટ્રસ્‍ટ દ્વારા પક્ષીઓ માટે એમ્‍બ્‍યુલન્‍સ સેવા ચાલું કરવામાં આવી છે, આ જન જાગળતિ લાવવા માટે માતળશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર ફાઉન્‍ડેશન (સાવરકુંડલા વાળા)મુંબઈ તરફથી આ કાર્યક્રમનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવવામાં આવ્‍યો હતો અને વન પ્રકળતિ ચેરિટેબલ ટ્રસ્‍ટની પુરી ટીમ ખડે પગે રહી હતી. ઘાયલ પક્ષી દેખાય તો સંપર્ક ૯૯૭૯૭૪૧૦૬૧,૯૪૦૮૮૫૫૫૫૯.(તસવીર-અહેવાલઃ ઇકબાલ ગોરીઃ સાવરકુંડલા)

(1:39 pm IST)