Gujarati News

Gujarati News

News of Thursday, 12th January 2023

અમરેલીના મેવાસા-પીયાવા ગામની સીમમાં આશ્રમમાંથી ગાંજાના છોડ સાથે હરેશગીરી ગૌસ્‍વામી ઝડપાયો

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૧૨ : ગૌતમ પરમાર પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ, ભાવનગરની જરૂરી સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહના આદેશથી મેવાસા તથા પીયાવા ગામની વચ્‍ચે આવેલ ઢોરવાળા હનુમાનજી આશ્રમ તરીકે ઓળખાતી જગ્‍યામાં હરેશગીરી બુધગરભાઇ ગૌસ્‍વામી, રહે. ઢોરાવાળા હનુમાનજી આશ્રમ તા. સાવરકુંડલા જિ. અમરેલીવાળા પોતાના કબ્‍જા ભોગવટા આશ્રમમાં ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાના છોઠનું વાવેતર કરેલ છે. તેવી ચોક્કસ અને આધારભૂત બાતમી હકિકત અન્‍વયે સદરહું જગ્‍યાએ રેઇડ કરતા એક ઇસમને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.

વનસ્‍પિત જન્‍ય લીલા ગાંજાના છોડ નંગ -૯ વજન ૨૮ કિલો ૩૫૦ ગ્રામ કિ.રૂા. ૧,૪૧,૭૫૦ તથા એક મોબાઇલ ફોન કિ.રૂા. ૫૦૦ મળી કુલ કિં. રૂા ૧,૪૨,૨૫૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવેલ છે. મજકુર ઇસમને વધુ તપાસ અર્થે વંડા પોલીસ સ્‍ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે.

પોલીસ અધિક્ષક હિમકરસિંહની સુચના તથા માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ્‍પેકટર એ.એમ.પટેલ, પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર જે.કે.મોરી એસ.ઓ.જી. ટીમ દ્વારા કામગીરી કરેલ છે. 

(1:40 pm IST)