Gujarati News

Gujarati News

News of Thursday, 12th January 2023

અમરેલી જીલ્લામા નાયલોન-ચાઇનીઝ દોરી તુક્કલનું વેચાણ કરનારા ૧૭ સામે ગુન્‍હો

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ૧રઃ  અમરેલી જીલ્લામાં મકરસંક્રાંતીના તહેવાર દરમ્‍યાન આર્થીક ફાયદા સારૂ પ્રતિબંધીત ચાઇનીઝ દોરી, નાયલોન દોરી તથા ચાઇનીજ તુક્કલનુ વેચાણ કરતા આજદીન સુધીમાં કુલ-૧૭ ઇસમો વિરૂધ્‍ધ ગુનાઓ દાખલ કરી, કુલ કી.રૂ.-૯૭,૬૦૦/-નો મુદામાલ કબ્‍જે કરવામાં આવ્‍યો છે. અમરેલી જીલ્લા મેજીસ્‍ટ્રેટ શ્રી ગૌરાંગ મકવાણા સાહેબ તરફથી જાહેરનામુ પ્રસીધ્‍ધ કરવામાં આવેલ છે.

ગૌતમ પરમાર ભાવનગર રેન્‍જ પોલીસ મહાનિર્દેશક, ભાવનગર વિભાગ, ભાવનગરનાઓએ ભાવનગર રેન્‍જના જીલ્લાઓમાં પ્રતિબંધીત ચાઇનીજ દોરા, નાયલોન દોરા તથા લેનટર્ન(ચાઇનીજ તુક્કલ)નુ વેચાણ કરતા ઇસમોને પકડી પાડવા સુચના આપેલ હોય જે અનુસંધાને અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ, નાઓએ અમરેલી જીલ્લામાં આગામી મકરસંક્રાંતીના તહેવાર અન્‍વયે ચાઇનીજ દોરા, નાયલોન દોરા તથા લેનટર્ન(ચાઇનીજ તુક્કલ)નુ વેચાણ કરતા ઇસમો વિરૂધ્‍ધ કાયદેસરની કાર્યવાહી કરવા અમરેલી જીલ્લા પોલીસને માર્ગદર્શન આપવામાં આવેલ.

જે અનુસંધાને અમરેલી જીલ્લામાં રાજુલા પો.સ્‍ટે.માં-૦૪, અમરેલી સીટી પો.સ્‍ટે.માં-૦૪, ખાંભા પો.સ્‍ટે.માં-૦૩, ધારી પો.સ્‍ટે.મા-૦૧, વંડા પો.સ્‍ટે.મા-૦૧, વડીયા પો.સ્‍ટે.માં-૦૧, લાઠી પો.સ્‍ટે.મા-૦૧, ચલાલા પો.સ્‍ટે.માં-૦૧ તથા સાવરકુંડલા ટાઉનમા-૦૧ મળી કુલ-૧૭ ગુનાઓ દાખલ કરી કુલ-૧૭ ઇસમોને પ્રતિબંધીત ચાઇનીજ માંજા/પ્‍લાસ્‍ટીક બનાવટની દોરીઓનુ વેચાણ કરતા પકડી પાડી તેમના વિરૂધ્‍ધમાં ધોરણસરની કાર્યાવાહી કરેલ છે.

   અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી જીલ્લામાં પ્રતિબંધીત ચાઇનીજ દોરા, નાયલોન દોરા તથા લેનટર્ન(ચાઇનીઝ તુક્કલ)નુ વેચાણ કરતા ઇસમો સામે અમરેલી જીલ્લા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવેલ છે.

ચાઇનીઝ માંઝા/દોરી અથવા ચાઇનીઝ તુક્કલના વેંચાણ કે ઉપયોગકર્તા વિશે માહીતી હોય તો અમરેલી જીલ્લા પોલીસ કન્‍ટ્રોલ રુમ-૦૨૭૯૨ ૨૨૩૪૯૮ પર સંપર્ક કરી જાણ કરી શકો છો.

(1:42 pm IST)