Gujarati News

Gujarati News

News of Thursday, 12th January 2023

સાવરકુંડલામાં ૧.૯૦ લાખ લઇ લીધા પછી યુવતિ છેતરીને નાસી છૂટી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા.૧૨ :  સાવરકુંડલાના થોરડી ગામના કિશારભાઇ મગનભાઇ મકવાણા સાથે પરીચય થયો હતો  તેના મારફતે સેજલ નામની છોકરી મને પસંદ અવવતા દલાલ  કિશોરભાઇ મકવાણા અને શોભનાબેન સાથે વાતચીત કરી સુરતની બીજી એક દલાલ કાજલ સાથે સંપર્ક એક કન્‍યા એક લાખ ૯૦  હજાર કિંમત કરી સોદો પાકો કર્યો હતો અને કિશોરભાઇને હાથો હાથ ૧ લાખ ૯૦ હજાર પુરા આપી સેજલ નામની કન્‍યાને હાર તોરા કરી મારા ઘરે લઈ આવેલ અને આઠ દિવસ સેજલ મારે ત્‍યાં  સારી રીતે રહેલ અને અમે પતિ પત્‍ની તરીકે આઠ દિવસ સાંસારીક ભોગવી પસાર કરેલા.

ત્‍યારપછી તમની કઠણાઇ શરૂ થઇ હતી નવમા દિવસે સેજલે રિવાજ મુજબ તેડા મુલાનું કહી પિયર ગઇ હતી અને ચાર દિવસ ફોનથી કોન્‍ટેક્‍ટમાં રહેલ. પાંચમા દિવસે સેજલનો ફોન સ્‍વીચ ઓફ થઇ ગયો હતો જેથી નિકુંજે દલાલ કિશોરભાઇનો સંપર્ક કરતા આશ્વાસન મળતુ રહ્યું હતું અને નિકુંજને થોરડીમાંથી લોકો પાસેથી જાણવા મળેલ કે આ ટુકડીનો ધંધો જ  લગ્નના નામે ઠગાઈ કરવી તેવો છે.  અને સેજલ નામની છોકરી ખરેખર  હિન્‍દુ છોકરી નહીં પરંતુ બે થી ત્રણ સંતાનોની મુસ્‍લિમ માતા હતી. તંવુ જાણવા મળતા નિકુંજને આઘાત લાગ્‍યો હતો. સામાન્‍ય પરિસ્‍થિતીને કારણે આડા અવળા રૂપિયા કરી ઘરેણા આપેલ. તે પણ ગયા  અને પત્‍ની પણ ગઇ નિંકુજે એમ પણ જણાવ્‍યું કે દલાલ ગેંગ બહારથી છોકરીઓ લાવીને અહીંના કાઠીયાવાડના ગામમાં છોકરીઓનો વેપાર કરે છે. અને જ્‍યાં સુધી કોઇ મુરતીયો (બકરો)   ન મળે ત્‍યાં સુધી દલાલો છોકરીઆ ેપાસે દેહવ્‍યાપર કરાવ ેછે. અને એક રાત્રીના ૧૦થી ૧૨ હજાર લે છે.

કમનસીબ એ પણ છે કે  બે લાખ જેવી રકમ લઇ આઠ દસ દિવસ ઘરે રહેલી છોકરીઓ  ઉલ્‍ટાની છોકરાઓને ધમકાવી કહે છે. કે બહુ લાંબાં પોળા થશે તો કાયદકીય રીત ફીટ કરાવી દઇશું તા. ૨૫/૧૦/૨૦૨૨ના તેમણે તેમણે ફરિયાદ કરતા તા. ૯/૧૨/૨૦૨૨ના નિંકુજ અને આરોપીઓ વચ્‍ચે લેખીત સમજુતીમાં છેતરપીંડીની રકમ બે માસની અંદર પરત ચુકવવાની બાંહેધરી અપાઇ હતી. પણ બે માસ સુધી રકમ ચુકવાઇ નથી અને આ ટોળકીઓ અનેક લોકોને ભોગ બનાવે તેમ હોય સુરત બાજુથીસ્ત્રીઓ લાવી સૌરાષ્‍ટ્ર એટલે અમરેલીમાં કુંવારા છોકરાઓને કહે છે કે આ છોકરીઓ છે પણ તે ખરેખર હિંદું નહી પણ મુસ્‍લિમ હોય અને પરણિત હોય એવી ગેંગની સામે સીટ દ્વારા તપાસ કરી લોકોને સેતરતા અટકાવે તેવી રજુઆત લેખીતમાં કરી છે.

(1:45 pm IST)