Gujarati News

Gujarati News

News of Thursday, 12th January 2023

ચોરવાડ પાસેના કાલીંદરી ફાર્મમાં જુગારધામ પકડાયુઃ ફાર્મ માલિક સહિત ૬ જુગારી ઝબ્બે

રૃા.૭૬ હજારની રોકડ સહિત રૃા.૧ લાખનો મુદામાલ કબ્જે

(વિનુ જોશી દ્વારા)  જુનાગઢ તા.૧ર : ચોરવાડ પાસેના કાલીંદરી ફાર્મમાં ધમધમતુ જુગારધામ પોલીસે પકડી પાડી ફાર્મના માલિક સહિત ૭ જુગારીની ધરપકડ કરી રૃા.૧ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.

ચોરવાડ પાસેના જાનુડા ગામનો ગોવિંદ અમરાભાઇ સોલંકી તેના કલ્લીંદની ફાર્મ હાઉસમાં જુગાર રમાડતો હોવાની બાતમી મળતા સાંજે ચોરવાડના પીએસઆઇ કે.એમ.ગઢવીએ સ્ટાફ સાથે દરોડો પાડયો હતો.

આ કાર્યવાહીમાં પોલીસે ફાર્મ માલિક ગોવિંદ સોલંકી તેમજ જુથળનો, બીપીન મોહન કનેરીયા, તેમજ ખોરાસાનાં સાગર વિનોદ કમાણી, મહેશ પરબત ડાંગર, ગિરીશ પરસોતમભાઇ ખાનપરા, ભરત નાનજી કમાણી અને હરેશ મગન કલોલાની જુગાર રમતા ધરપકડ કરી હતી. પોલીસે જુગારીઓ પાસેથી રૃા.૭૬ર૦૦ની રોકડ તેમજ ૬ મોબાઇલ મળી કુલ રૃા.૧.૦૧ લાખનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(1:45 pm IST)