Gujarati News

Gujarati News

News of Thursday, 12th January 2023

બીલખાના નામચીન શખ્સનો નશાની હાલતમાં પીએસઆઇ આર.પી.ચુડાસમા પર હુમલોઃ ધમકી

ફોરચ્યુન કારમાં જતા યુવરાજે જમણો હાથ મરડી ઇજા કરી

(વિનુ જોશી દ્વારા)  જુનાગઢ તા.૧ર : બીલખાના નામચીન શખ્સ યુવરાજ ગોવાળીયાએ નશાની હાલતમાં ગત રાત્રે પી.એસ.આઇ. આર.પી. ચુડાસમા પર હુમલો કરી જમણો હાથ મરડી ઇજા પહોંચાડતા સનસની મચી ગઇ છે.

પોલીસે આ શખ્સને મોંઘીદાટ કાર અને મોબાઇલ  સાથે પકડી લઇ તેને કાયદાનું ભાન કરાવ્યું હતું.

બીલખાના પીએસઆઇ આર.પી.ચુડાસમા સ્ટાફ સાથે ગત રાત્રે ૧૦.૪પના અરસામાં બીલખા ખાતે જીઇબી રોડ પર વાહન ચેકિંગ-પેટ્રોલીંગમાં હતા.

ત્યારે બીલખાનો નામચીન શખ્સ યુવરાજ અશોકભાઇ ગોવાળીયા જીજે ૦૬ એસસી ૩૧૪૩ નંબરની ફોરચ્યુનર કાર પુરઝડપે ચલાવી નીકળ્યો હતો.

આથી પી.એસ.આઇ. ચુડાસમાએ યુવરાજે નશો કરેલી હાલતમાં શ્રી ચુડાસમાનો કોલર પકડી તેના પર હુમલો કર્યો હતો.

તેમજ શ્રી ચુડાસમાનો જમણો હાથ પકડી ટચલી આંગળીમાં ઇજા પહોંચાડી ધમકી આપી હતી.

આ દરમિયાન સાથેના સ્ટાફે યુવરાજને પકડી લીધો હતો અને તેની પાસેથી રૃા.૧પ લાખની કાર તેમજ રૃા.૪પ હજારનો મોબાઇલ કબ્જે કર્યો હતો.

આ ઇસમ વિરૃધ્ધ ફરજમાં રૃકાવટ સહિતનો ગુનોદાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

ઇજાગ્રસ્ત પી.એસ.આઇ. આર.પી.ચુડાસમાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે, યુવરાજ ગોવાળીયા નામચીન ગુનેગાર છે તેનીસામે હત્યા, હત્યાની કોશિષ તેમજ પ્રોહીબીશન એકટ સહિતના સાત જેટલા ગુના નોંધાયા છે વધુ તપાસ પુછપરછ માટે યુવરાજને રિમાન્ડ પર મેળવવામાં આવશે.

(1:47 pm IST)