Gujarati News

Gujarati News

News of Thursday, 12th January 2023

મોરબીમાં તા.14થી 16 સુધી વિવિધ સ્થળે એક દિવસીય ફ્રી નિદાન કેમ્પ યોજાશે.

મોરબીમાં સ્વર્ગસ્થ માલતીબેન મુકેશભાઇ ઝાટકીયાના સૌજન્યથી તેમના પતિ મુકેશભાઇ ઝાટકીયાઅનુદાનથી જાણીતા તબીબ ડો.હસ્તી આઇ. મહેતાના નિદાન તળે  તા.14થી 16 સુધી વિવિધ સ્થળે એક દિવસીય ફ્રી નિદાન કેમ્પ યોજાશે. જેમાં જરૂરીયાત મંદ દર્દીને ત્રણ દિવસની દવા ફ્રી આપવામાં આવશે. ડાયાબીટીસ ટેસ્ટ તેમજ બીપી ચેક કરી આપવામાં આવશે.

  આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર તારીખ 14 જાન્યુઆરીના રોજ કંડલા હાઇવે નજીક લક્ષ્મીનગર વિસ્તારમાં આવેલ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્ર ખાતે વારે ૯-૩૦ થી ૧૨-૩૦ કલાક સુધી  નિદાન કેમ્પ યોજાશે. તારીખ 15 જાન્યુઆરીના રોજ મહેતા ઔષધ ભંડાર ઉપર, ગાંધી બજાર, કુબેરનાથ સામેની શેરી, લુહાર ચાલ, હુસેનપીરની દરગાહ પાસે સવારે ૯-૦૦ થી ૧-૦૦ કલાક અને બપોરે ૩-૦૦ થી ૬-૦૦ કલાક દરમિયાન નિદાન કેમ્પ યોજાશે અને તારીખ 16 જાન્યુઆરીના રોજ નવલખી રોડ પર આવેલ શ્રદ્ધાપાર્ક નજીક બોડાસર વાડી પ્રાથમિક શાળા ખાતે સવારે ૯-૩૦ થી ૧૨-૩૦ કલાક દરમિયાન નિદના કેમ્પ યોજાશે.
   નોંધનીય છે કે આ ત્રણ દિવસના કેમ્પ દરમિયાન ડો. હસ્તી આઇ. મહેતા (બી.એસ.એ .એમ.,એમ.સી.એસ.) દ્વારા 101 નિઃશુલ્ક નિદાન કેમ્પનું સિમાંકલ હાંસલ કરવામાં આવશે. ડો.હસ્તી આઇ. મહેતા દ્વારા મહેતા ઔષધ ભંડાર ઉપર, ગાંધી બજાર, કુબેરનાથ સામેની શેરી, લુહાર ચાલ, હુસેનપીરની દરગાહ પાસે ખાતે રાહત દરે ફિઝીયો થેરાપી કરાવવામાં આવે છે. અને સોમવાર થી શનિવાર સવારે ૧૦ થી ૧૨ અને સાંજે ૫થી ૭ વાગ્યા સુધીમાં તેમના દ્વારા ૫રૂપિયાના નજીવા દરે દવાઓનું વિતરણ કરવામાં આવે છે.

(10:37 pm IST)