Gujarati News

Gujarati News

News of Thursday, 12th January 2023

મોરબીની પી.જી. પટેલ કોમર્સ કોલેજમાં પત્રકાર એસોસિએશન દ્વારા "આઇ લવ મોરબી" નિબંધ સ્પર્ધા યોજાઈ

લાઈટ,પાણી, રોડ રસ્તા અને ગંદકીની સહિતની અસુવિધાને મોટાભાગના વિદ્યાર્થીઓએ ઉજાગર કરી:

મોરબી શહેર આર્થિક રીતે અતિ સમૃદ્ધ છે પરંતુ પ્રાથમિક સુવિધાઓ સહિતની બાબતોમાં અતિ પછાત છે તેવું કહીએ તો તેમાં જરા પણ નથી શકતી નથી કારણ કે આજની તારીખે મોરબીમાં લોકોને હરવા ફરવા માટેના કોઈ સારા સ્થળ નથી તેમજ મોરબીની ઐતિહાસિક ધરોહરનું જતન કરવામાં પણ તંત્ર ક્યાંક વામણું પુરવાર થઈ રહ્યું છે ત્યારે પત્રકારે એસોસિએશન મોરબી દ્વારા મોરબીના યુવાનોને સાથે લઈને મોરબી છે તેના કરતાં વધુ સારું બને અને સુવિધા યુક્ત બને તેના માટે થઈને એક અભિયાન હાથ પર લીધું છે અને તેના ભાગરૂપે મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ પી.જી. પટેલ કોમર્સ કોલેજ ખાતે "આઇ લવ મોરબી" નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને તેમાં મોરબીની વાસ્તવિકતા અને ભવિષ્યને સારી રીતે નિરૂપણ કરનારા વિદ્યાર્થીઓને પુસ્તક આપીને પત્રકાર એસો. દ્વાર સન્માનિત કરવામાં આવ્યા હતા

દેશની યુવા શક્તિને જો સાચી દિશામાં વાળવામાં આવે તો તેના સો ટકા સારા પરિણામો મળે છે આ વાતને ધ્યાનમાં રાખીને મોરબી કે જે આર્થિક રીતે સમગ્ર ભારતમાં સૌથી વધુ સમૃદ્ધ શહેર ગણવામાં આવે છે ત્યાં પ્રાથમિક સુવિધા સહિતની બાબતોમાં અતિ પછાતપણું જોવા મળે છે આજની તારીખે વર્ષો જુના અનેક વિસ્તારોની અંદર લોકો પ્રાથમિક સુવિધાઓને ઝંખી રહ્યા છે ત્યારે મોરબી પત્રકાર એસોસિએશનની ટીમ દ્વારા મોરબી માટે કંઈક નવું કરવાની ભાવના સાથે યુવા શક્તિને સાથે જોડીને મોરબીના યુવાનો મોરબીને કઈ નજરે જુએ છે ? અને કેવું મોરબી ઇચ્છે છે ? તે જોવા જાણવા માટે થઈને આઈ લવ મોરબી અભિયાન શરૂ કરેલ છે જેના ભાગરૂપે મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ પી.જી. પટેલ કોમર્સ કોલેજ ખાતે આઇ લવ મોરબી નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો અને મોરબીની વર્તમાન પરિસ્થિત, ભૂતકાળ અને ભવિષ્યને સાંકળીને વિદ્યાર્થીઓ દ્વારા પોતાના મૌલિક વિચારો નિબંધના માધ્યમથી રજૂ કર્યા હતા જેમાં ખાસ કરીને મોરબીમાં લાઈટ,પાણી, રોડ રસ્તા અને ગંદકીની સહિતની અસુવિધાને મોટાભાગના વિદ્યાર્થીઓએ ઉજાગર કરી હતી

તેની સાથો સાથ કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા મોરબીમાં હરવા ફરવાના સ્થળ ન હોવાથી લોકોને પડતી હાલાકી, મુખ્ય માર્ગો ઉપર પાર્કિંગ ન હોવાથી લોકોને પડતી હાલાકી, સારી શૈક્ષણિક સંસ્થાઓ ન હોવાથી ઘણા વિદ્યાર્થીઓને બહાર અભ્યાસ કરવા માટે જવું પડે છે તેની હાલાકી સહિતની બાબતોને નિબંધના માધ્યમથી ઉજાગર કરવામાં આવી હતી અને તેમાં સૌથી સારા નિબંધ લખનારા ત્રણ વિદ્યાર્થીઓને પત્રકાર એસોસિએશનની ટીમ દ્વારા પુસ્તક આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા તેની સાથોસાથ પી.જી. પટેલ કોમર્સ કોલેજમાં પત્રકારત્વના અભ્યાસની શરૂઆત થઈ ગયેલ છે ત્યારે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે ઇચ્છતા વિદ્યાર્થીઓને પત્રકારત્વ ક્ષેત્રે ટકી રહેવા માટે થઈને કેવી જહેમત ઉઠાવી પડે છે અને પત્રકારત્વ ક્ષેત્રમાં કારકિર્દી બનાવી હોય તો કયા કયા ક્ષેત્ર પત્રકારત્વના અભ્યાસ પછી ખુલતા હોય છે તેની માહિતી આપવામાં આવી હતી

  આ તકે પત્રકાર એસોસિએશન મોરબીના પ્રમુખ હીમાંશુભાઈ ભટ્ટ  મંત્રી મહેન્દ્રસિંહ જાડેજા, ઉપપ્રમુખ હરનિશભાઈ જોશી, સહમંત્રી ઋષિભાઈ મેહતા, ખજાનચી પંકજભાઈ સનારિયા તેમજ  સિનિયર પત્રકાર પ્રવિણ વ્યાસ, સુરેશભાઈ ગોસ્વામી,અતુલભાઈ જોશી, જીગ્નેશભાઈ ભટ્ટ, રવિભાઈ ભડાણીયા, ભાસ્કરભાઈ જોશી, અલ્પેશભાઈ ગોસ્વામી, આર્યનભાઈ સોલંકી સહિતના હાજર રહ્યા હતા તે તમામનું પી.જી. પટેલ કોમર્સ કોલેજ વતી સંસ્થાના આચાર્ય રવિન્દ્રભાઈ ભટ્ટ દ્વારા પુસ્તક આપીને સન્માન કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓની આંતરિક શક્તિને બહાર લાવવા માટે તેમજ પત્રકારત્વ ક્ષેત્ર અંગેની માહિતી આપવા બદલ પત્રકારોનો આભાર વ્યક્ત કર્યો હતો

(10:38 pm IST)