Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

મોરબી સિરામિક દુર્ઘટના : ભાગીદાર સંજય સાણદિયા અને લેબ ટેકનીશ્યન અરવિંદ ગામીના મૃતદેહ મળ્યા : એકની શોધખોળ

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા.૧૨: મોરબીના જેતપર રોડ પર રંગપર નજીક આવેલ સિરામિક ફેકટરીમાં દુર્ઘટના સર્જાઈ હતી જેમાં સિરામિક ફેકટરીમાં માટીના સાયલા તૂટી પડતા પાંચ વ્યકિત દટાયા હોય જે પૈકી બેને બચાવી લેવાયા હતા તો બેના મૃતદેહ મળ્યા હતા અને એકની શોધખોળ ચાલી રહી છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના રંગપર નજીક આવેલ ગ્રીસ સિરામિક ફેકટરીમાં દુર્ઘટના સર્જાઈ હતી જેમાં માટીના સાયલા તૂટી પડતા માટી ખાતામાં કામ કરતા શ્રમિકો, લેબ ટેકનીશીયન તેમજ ભાગીદાર સહિતના પાંચ વ્યકિત સાયલા નીચે દબાયા હોય જે બનાવને પગલે મોરબી ૧૦૮, મોરબી ફાયર ટીમ ઉપરાંત મામલતદાર ડી જે જાડેજા સ્થળ પર પહોંચ્યા હતા સાયલા તૂટી પડતા ભાગીદાર સંજય સાણંદીયા, લેબ ટેકનીશિયન અરવિંદભાઈ ગામી તેમજ શ્રમિકો સહીત પાંચ દટાયા હોવાની માહિતી મળી હતી જેમાંથી નવીનભાઈ નાખવા અને કાલીબેન ગનાવાને બચાવી લેવામાં સફળતા મળી છે અને તે બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તો ભાગીદાર સંજયભાઈ સાણદિયા, લેબ ટેકનીશીયન અરવિંદભાઈ ગામી અને સોરમબેન દેવકરણભાઈ પુરબીયા દટાયા હોવાને પગલે રેકસ્યું ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે દટાયેલા લોકોને બહાર કાઢવા ક્રેન અને કટર સહિતના સાધનોની મદદથી વહેલી સવારના સુમારે ભાગીદાર સંજયભાઈ સાણદિયા અને લેબ ટેકનીશીયન અરવિંદભાઈ ગામીના મૃતદેહ મળી આવ્યા આવતા બનેના મૃતદેહને બહાર કાઢી પી એમ ખાતે ખસેડવામાં આવ્યા હતા તો અન્ય સોરમબેન પુરબીયાની શોધખોળ હાલ ચાલી રહી હોવાની માહિતી મળી છે

ભાગીદાર સંજયભાઈ સાણદિયા અને લેબ ટેકનીશીયન અરવિંદભાઇ ગામીના મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી તો પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાયો હતો

ઘટનાની જાણ થતા તાલુકા પોલીસ મથકના આર બી વ્યાસ સહિતની ટીમે દોડી આવી હતી અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે તો આ ધટનામાંર રેસ્કયુ કામગીરીમાં રાજકોટ ફાયર વિભાગની પણ મદદ લેવામાં આવી છે તો મોરબી પાલિકામાંથી હરીશભાઈ બુચ, હિતેશભાઈ રવેસીયા, ફાયરની ટીમના હિતેશભાઈ દવે, પ્રીતેશ નગવાડીયા,વસીમભાઈ, દિનેશભાઈ, પેથાભાઈ સહિતની ટીમ કામગીરી કરી રહ્યા છે.

(11:54 am IST)