Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

ઉનાના પૂર્વ ધારાસભ્ય કાળુ રાઠોડને પુત્ર, પુત્રી અને ભાઈની પત્નીને ભાજપની ટિકિટ

અમદાવાદ જિ.પંચાયતમાં 64 વર્ષીય વિનોદ પટેલ અને માણસા પંચાયતમાં 60થી વધુ વયના શારદાબેન પટેલને ટિકિટ અપાઈ

ઉનાના પૂર્વ ધારાસભ્યં કાળુ રાઠોડને પુત્ર, પુત્રી અને ભાઈની પત્નીને ટિકિટ મળી છે. રાજકોટમાં કોંગ્રેસમાંથી આવેલા નિલેશ વિરાણીને ટિકિટ આપવામાં આવી છે. અમદાવાદ જિ.પંચાયતમાં 64 વર્ષીય વિનોદ પટેલને ટિકિટ આપવામાં આવી છે જ્યારે માણસા પંચાયતમાં 60થી વધુ વયના શારદાબેન પટેલને ટિકિટ આપવામાં આવતા સવાલો ઉઠી રહ્યા છે.

(11:03 am IST)