Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

જામનગરનો દોઢ વર્ષથી ફરાર આરોપી લુહાર ભૂજમાં ઝડપાયો

ભૂજ, તા. ૧૨ :. પોલીસ મહાનિરીક્ષક જે.આર. મોથલીયા બોર્ડર રેન્જ ભૂજ તથા પોલીસ અધિક્ષક સૌરભસિંઘે પશ્ચિમ કચ્છ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓ પકડવા અંગે કરેલ સૂચના સંદર્ભે નાયબ પોલીસ અધિક્ષક જે.એન. પંચાલ ભૂજ વિભાગે કામગીરી કરવા સૂચના કરેલ.

જે અનુસંધાને પોલીસ ઈન્સ્પેકટર પી.એમ. ચૌધરીનાઓના માર્ગદર્શન હેઠળ ભૂજ શહેર એ-ડિવીઝન પો. સ્ટે.ના સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઈ. કિશોરસિંહ બી. જાડેજાનાઓને હકીકત મળેલ કે જામનગર સીટી એ-ડિવી. પો. સ્ટે. ફર્સ્ટ ગુ.૨. ન.૧૧૪ / ૨૦૧૯ ઈ.પી.કો. કલમ ૪૦૭, ૧૨૦(બી) મુજબના ગુના કામેના આરોપી સિકંદર જાફર લુહાર રહે. ભુજવાળો નાસતો ફરતો હોય જે હાલે મિરઝાપર પોલીસ ચોકી પાસે રોડ ઉપર હાજર છે. તેથી સર્વેલન્સ સ્ટાફના માણસો દ્વારા અલગ અલગ ટીમ બનાવી પકડી લઈ પોલીસ સ્ટેશન ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી કરી જામનગર સીટી એ-ડિવી. પો. સ્ટે. આરોપીને લઈ જવા માટે જાણ કરવામાં આવેલ છે.

કામગીરીમાં પો. ઈન્સ. પી.એમ. ચૌધરીના માર્ગદર્શન મુજબ એ.એસ.આઈ. કિશોરસિંહ બી. જાડેજા તથા પો. હેડ કોન્સ. જગદીશભાઈ ચૌધરી તથા પો. કોન્સ. સંજયભાઈ દેસાઈ તથા પો. કોન્સ. ભરતજી ઠાકોર તથા પો. કોન્સ. પૃથ્વીરાજસિંહ જાડેજા તથા પો. કોન્સ. રાકેશભાઈ રાજપુત વિગેરે જોડાયેલા હતા.

(11:31 am IST)