Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

ઉના નગર પાલીકા ચુંટણીમાં હજુ એક પણ ઉમેદવારી ફોર્મ ભરાયા નથીઃ ૧૪૦ ફોર્મ ઉપડયાઃ જિ.પં.ની ર બેઠકોમાં ફોર્મ ભરાયા

(નવીન જોષી દ્વારા) ઉના, તા., ૧રઃ તાલુકા પંચાયત હેઠળ આવતી નવા બંદર, દેલવાડા જીલ્લા પંચાયત  બેઠક ઉપર એક એક ફોર્મ ભરાયા છે. ઉના નગર પાલીકામાં ૧૪૦ ફોર્મ ઉપડયા પરંતુ ભરાયું એક પણ નહી. ગીરગઢડા તાલુકા પંચાયતની ર૦ બેઠક માટે પાંચ ફોર્મ ભરાતા ૯ બેઠક ઉપર ૯ ફોર્મ ભરાયા છે.

ઉનાના નગર પાલીકા, તાલુકા પંચાયત તથા જીલ્લા પંચાયતની ૭ બેઠક માટે ઉમેદવાર ફોર્મ ભરવાના ચોથા દિવસે નગર પાલીકાની ૩૬ બેઠક માટે ૧૪૦ ફોર્મ ઉપડયા છે. ભરાયું એક પણ નથી. જયારે ૭ જીલ્લા પંચાયત પૈકી દેલવાડા અને નવા બંદરની બેઠક ઉપર એક-એક ફોર્મ ભરાયા. ભાજપ-કોંગ્રેસ તથા અન્ય પક્ષો શુક્ર અને શનીવારે ફોર્મ ભરશે. ઉના નગર પાલીકાના ૩૬ ઉમેદવારોની ભાજપે યાદી બહાર પાડી દીધી છે. તાલુકા પંચાયતની ર૬ બેઠક માટે રર ઉમેદવારોની યાદી બહાર પાડી છે. નવાબંદર-૧, નવા બંદર-ર, વાસોજ, પાલડી બેઠક ઉમેદવારો જાહેર કરેલ નથી તેવી રીતે જીલ્લા પંચાયતની ૭ બેઠક પૈકી ૬ બેઠકના ઉમેદવારોના નામ જાહેર કરેલ છે. એક નવા બંદર બેઠક જીલ્લા પંચાયતનો ઉમેદવાર જાહેર થયો નથી.

ગીરગઢડા તાલુકાના પંચાયતની ૨૦  બેઠકો પૈકી આજ સુધીમાં ૮ બેઠક ઉપર ફોર્મ ભરાયા છે. ભાજપ કોંગ્રેસે ઉમેદવાર જાહેર કરેલ છે. પરંતુ ફોર્મ એક પણ ભરાયા નથી. જયારે જીલ્લા પંચાયતની ૪ બેઠક પૈકી ધોકડવા બેઠક ઉપર આપે ર ફોર્મ ભર્યા છે. આ વખતે ત્રિપાંખીયો જંગ ખેલાશે તેવુ લાગી રહયું છે.

(11:33 am IST)