Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

જસદણ યાર્ડમાં ૫,૫૯૭ કવીન્ટલ જણસોના જથ્થાની આવક સહિત રૂ. ૩.૩૭ કરોડથસ વધુનું ટર્નઓવર

૨૫૦ કવીન્ટલ ઘઉં,૨૨૦૦ કવીન્ટલ મગફળી અને ૧૬૦૦ બી.ટી.કપાસ

રાજકોટ તા.૧૨: રાજકોટ જિલ્લાના વિવિધ માર્કેટીંગ યાર્ડ ખાતે મગફળી અને કપાસના પાકની આવકને પગલે ખેડૂતોના કતારબંધ વાહનો વિવિધ કૃષિ જણસો વેંચાણ અર્થે આવી રહયા છે.

જસદણ માર્કેટીંગ યાર્ડ ખાતે ઘઉં એન.પી. ટુકડા ૨૫૦ કવીન્ટલ,મગફળી જી-૨૦ ૨૨૦૦ કવીન્ટલ,બી.ટી. કપાસ ૧૬૦૦ કવીન્ટલ સહિત કુલ ૫૫૯૭ કવીન્ટલ વિવિધ જણસોનો જથ્થાની આવક થયેલ છે તથા કુલ રૂપીયા ૩,૩૭,૪૮,૦૭૦ નું ટર્નઓવર થયું છે.  જેના વિવિધ જણસના લઘુત્ત્।મ ૨૦ કીલોના રૂ. ૨૦૦ થી મહત્ત્।મ રૂ. ૨૬૯૫ ઉપજયા હોવાનુ જસદણ માર્કેટીંગ યાર્ડના સેક્રેટરીશ્રીની યાદીમાં જણાવાયું છે.

(11:39 am IST)