Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

ગોંડલ રોડ ટોલનાકા પાસે 'હિટ એન્ડ રન'ની ઘટનામાં ઘવાયેલા વૃદ્ધ અલ્લારખાભાઇનું મોત

પાંચ દિવસ પહેલા વૃદ્ધ ચાલીને જતાતાને અજાણ્યા વાહને હડફેટે લીધા'તા

રાજકોટ તા. ૧ર : ગોંડલ રોડ પર જુના ટોલનાકા પાસે પાંચ દિવસ પહેલા 'હિટ એન્ડ રન'ની ઘટનામાં ઘવાયેલા વૃદ્ધનું સારવાર દરમ્યાન મોત નિપજયું છે

મળતી વિગત મુજબ ગોંડલ રોડ પર આવેલા મહંમદીબાગ સોસાયટીમાં રહેતા અલ્લારખાભાઇ ઇબ્રાહીમભાઇ ફોગ (ઉ.૬૯) પાંચ દિવસ પહેલા ચાલીને જતા હતા ત્યારે ગોંડલ રોડ જુના ટોલનાકા પાસે કોઇ અજાણ્યા વાહનના ચાલકે તેને હડફેટે લીધા બાદ વાહન લઇ ભાગી ગયો હતો બનાવ બનતા વૃદ્ધને સારવાર માટે સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું ગઇકાલે સારવાર દરમ્યાન મોત નિપજયું હતું આ બનાવ અંગે આજીડેમ પોલીસ મથકના હેડકોન્સ મનહરસિંહ જાડેજા અને રાઇટર યોગરાજસિંહએ કાર્યવાહી કરી હતી જેની તપાસ હેડકોન્સ સવજીભાઇ બાલાસરા ચલાવી રહ્યા છે.

(11:42 am IST)