Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

ભાવનગરમાં સેન્ટ્રલ સોલ્ટમાં ૬૬માં સ્થાપના દિવસની ઉજવણી

ભાવનગર તા.૧૨ : ભાવનગરની સીએસઆઇઆર-સેંટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમીકલ્સ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ (સીએસએમસીઆરઆઇ) માં સોમવારે સંસ્થાના મુખ્ય વૈજ્ઞાનિક તથા ચેરમેન ડો. બિશ્વજિત ગાંગુલી, પ્રધાન વૈજ્ઞાનિક ડો. અંકુર ગોયલ તથા તેમની ટીમના સફળ સંચાલન હેઠળ ઇન્સ્ટીટ્યુટ નો ૬૬ માં સ્થાપના દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. અતિથિ તરીકે નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ફાર્માસ્યુટિકલ એડ્યુકેશન અને રિસર્ચ (એનઆઇપીઇઆર), અમદાવાદના ડાયરેકટર, ડો. કિરણ કાલીયાએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સંસ્થાના વૈજ્ઞાનિકો તથા રિસર્ચ સ્કોલરો અને સંસ્થાના કર્મચારીઓ હાજર રહ્યા હતા. મુખ્ય અતિથિ ડો. કિરણ કાલીયાએ રાષ્ટ્રની પ્રગતિ અને ઉન્નતિમાં વિજ્ઞાનની ભૂમિકા વિષય પર વકતવ્ય આપીને સંસ્થાના વૈજ્ઞાનિકો તથા રિસર્ચ સ્ટુડન્ટને પ્રોત્સાહન પૂરૃં પાડ્યું હતું. એમણે સંસ્થાની ખારા પાણીને ડિસલાઇનેશન પ્રક્રિયાથી પીવાલાયક પાણી બનાવવાની પ્રક્રિયાને દેશના અને દુનિયાના ખૂણે ખૂણે પહોંચાડવા માટેના પ્રયત્નો હાથ ધરવાનો પ્રસ્તાવ મૂકયો હતો

આ ઉપરાંત સંસ્થાના નિદેશકે સંસ્થાની ટેકનોલોજીકલ સિદ્ઘિઓ જેવી કે રાજસ્થાન વિસ્તારમાં મીઠાને શુધ્ધ કરીને બહુમૂલ્ય સોડિયમ સલ્ફેટ બનાવવાનો પ્લાંટની સ્થાપના, ચર્મ ઉધ્યોગ દ્વારા ઉત્પન્ન થતાં વેસ્ટ એફલ્યુઅંટમાથી મૂલ્યવર્ધક પદાર્થોની ટેકનોલાઙ્ખજી, આયર્નની ખામી દૂર કરવા માટે ડબલ ફોર્ટિફાઈડ સોલ્ટ (ડીએફએસ) ની ટેકનોલોજી તથા ખારા પાણીને શુધ્ધ પીવાલાયક બનાવવા માટેનો ડિસેલાઇનેશન પ્લાન્ટની ટેકનોલોજી તથા બાયોમાસ વગેરે સિદ્ઘિઓ વર્ણવી હતી. તથા વૈજ્ઞાનિકોને દેશની ૪૫ મિલિયન દરિયાકાંઠાના વિસ્તારની વસ્તી તથા મહિલાઓને શેવાળની ખેતીના પ્રશિક્ષણ દ્વારા રોજગારની તકો ઊભી કરીને ભારતને આત્મનિર્ભર બનાવવા તરફનું એક પગલું ગણાવ્યું છે.

સંસ્થાના વડા વહીવટી અધિકારી શ્રી આલોક કુમારે આભારવિધિ કરીને સર્વેને ૬૬ માં સ્થાપના દિવસના અભિનંદન પાઠ્યવા હતા. ડો. અનિલ કુમારએ આ સમગ્ર કાર્યક્રમનુ સંચાલન કર્યું હતું.

(11:43 am IST)