Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

ભરૂડી ટોલ પ્લાઝાથી પીઠડીયા ટોલ નાકા સુધી ટ્રાફિક અવેરનેસ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ : નેશનલ હાઇવે રાજકોટ થી જેતપુર ની વચ્ચે આવેલ ભરૂડી ટોલ પ્લાઝાથી લઇ ગોમટા સર્કલ સુધી વાહન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટોલ પ્લાઝા સ્ટાફ સાથે રાજકોટ જિલ્લા ટ્રાફિક પોલીસ પી એસ આઈ ખાચર ગોંડલ તાલુકા પોલીસ મથકના પી એસ આઈ એમ જે પરમાર ઉપસ્થિત રહ્યા હતા ટ્રાફિક અવરનેશ માં રોડ પર ચાલતા વાહન ચાલકોને શીટ બેલ્ટનો ઉપયોગ કરવો તેમજ ટૂ વ્હીલ ચાલકોને હેલ્મેટ પહેરવું અને અન્ય નિયમોનું પાલન કરવા જાણકારી આપી સુરક્ષા અંગે જાણકારી આપી હતી અને વાહન ચાલકો ને પેમ્પલેટ આપી ને ટ્રાફિક ના નિયમો સમજાવવામાં આવ્યા હતા આ તકે ટોલ પ્લાઝાના મેનેજર હસમુખભાઈ ગઢવી, ગોંડલ તાલુકા ભ્લ્ત્ એમ.જે.પરમાર, રાજકોટ જિલ્લા ટ્રાફિક પોલીસ સહિત ના અધિકારીઓ હાજર રહ્યા હતા.

(11:44 am IST)