Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

સુરેન્દ્રનગર જિલ્લાના ફોટોગ્રાફર માટે વિડીયોગ્રાફીનો સેમિનાર યોજાયો

વઢવાણ :  સુરેન્દ્રનગરમાં પતરાવાળી ચોક પાસે મેદ્ય દેવ લાયન્સ હોલ ખાતે સુરેન્દ્રનગર જિલ્લાના ફોટોગ્રાફર તથા વિડીયોગ્રાફી માટેનો સેમિનાર યોજાયો હતો હાલમાં કોરોનાની મહામારી માં દરેક ફોટોગ્રાફરોને લગ્નની સિઝન ફેલ જતા ધંધામાં નુકસાન પહોંચતા તેમજ આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાઈ ગયેલ હતા તેના અનુસંધાનમાં ઓપીકસો કંપની દ્વારા સુરતથી આવેલ શ્રી જય કૃષ્ણ લીલા વાલા ધનંજય વ્યાસ,સુનિલ લીમ્બાચીયા,સ્વીટી લીલા વાલા તેમજ જય વ્યાસ, નવા કેમેરા તથા નવા ટેકનોલોજી સાથે ધંધામાં આગળ વધી શકે તે હેતુથી સેમીનાર યોજવામાં આવ્યો હતો.૧૫૦ થી વધુ વીડિયોગ્રાફર તથા ફોટોગ્રાફર લોકોએ આ સેમિનારનો લાભ લીધો હતો. સફળ બનાવવામાં સચિન ભાઈ, ભરતભાઈ પટેલ, મેહુલભાઈ ચાપાનેરી, ફોટોગ્રાફર એસોસિએશનના પ્રમુખ વગેરેએ જહેમત ઉઠાવી હતી.(તસ્વીર : ફઝલ ચૌહાણ, વઢવાણ)

(11:45 am IST)