Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

ટેકાના ભાવનું ઘઉંનુ ખરીદ કેન્દ્ર ચાલુ કરવાની માંગણીનું ઉપલેટા મામલતદારને રાજકોટ જિલ્લા કિશાનસભાનું આવેદનપત્ર

ઉપલેટા : સારા ચોમાસાને કારણે ઉપલેટા તાલુકાના મોજ ડેમ વેણુ ડેમ ભાદર ડેમ અને ફુલજર ડેમ પાણીથી ભરાયા છે. તેથી રવિપાકમાં ઘઉંનુ વાવેતર ખૂબ થયુ છે. ઘઉંનો પાક તૈયાર થવામાં છે. ટુંક સમયમાં ઘઉં બજારમાં આવશે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે ઉપલેટા તાલુકામાં રપ ફેબ્રુઆરીથી ઘઉંનુ ખરીદ કેન્દ્ર ગુજરાત કિશાનસભાએ દશ માર્ચથી ચાલુ કરવા માંગણી કરી છે. કિશાનસભાના રાજય પ્રમુખ ડાયાલાલ ગજેરાની આગેવાનીમાં મામલતદારશ્રીને આવેદનપત્ર આપેલ હતુ તેમાં જણાવેલ છે કે ઉપલેટા તાલુકામાં ઘઉંનુ ઉત્પાદન સારૂ હોય ત્યારે ખેડૂતોને ટેકાના ભાવનું ખરીદ કેન્દ્ર મળવુ જોઇએ. ખેડૂતોોને ટેકાના ભાવ મળે તો જ ખેડૂતો બચી શકે તેમ છે. ખુલ્લા બજારમાં તો ખેડૂતોનુ મોટુ નુકશાન થઇ શકે છે. ખરીદ કેન્દ્ર શરૂ નહી થાય તો ખેડૂતો આંદોલનના માર્ગે જશે. આ કાર્યક્રમમાં ખીમાભાઇ આલ, રમણીકભાઇ કાલાવડીયા, લખમણભાઇ પાનેરા, દિનેશભાઇ કંટારીયા, કારાભાઇ બારૈયા, દેવેનભાઇ વસોયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.(તસ્વીર : ભોલુ રાઠોડ, ઉપલેટા)

(11:46 am IST)