Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

ભાવનગરમાં વધુ ૫ કોરોના પોઝિટિવ કેસ

જિલ્લામાં નોંધાયેલા કુલ ૬,૦૯૩ કેસો પૈકી માત્ર ૨૦ દર્દીઓ હાલ સારવાર હેઠળ

 (વિપુલ હિરાણી),ભાવનગર તા.૧૨ : ભાવનગર જિલ્લામા નવા ૫ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૬,૦૯૩ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૩ પુરૂષ અને ૨ સ્ત્રી મળી કુલ ૫ કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.

જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ ૫ કેસ મળી કુલ ૫ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ બન્ને દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટલમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.

આમ જિલ્લામા નોંધાયેલા ૬,૦૯૩ કેસ પૈકી હાલ ૨૦ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ ૫,૯૯૭ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૬૯ દર્દીઓનુ અવસાન થયેલ છે.

(11:47 am IST)