Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

ગોંડલ પાલિકા - જીલ્લા - તાલુકા પંચાયતની ચૂંટણીના બ્યુગલ ફૂંકાયા : નવા માપદંડમાં ૪ સદસ્ય કપાયા

ગોંડલ : તાલુકા પંચાયતની ચૂંટણી જાહેર થતાં ભાજપના ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ કરાઇ હતી. જેમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા હાજર રહ્યા હતા જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી, ગોંડલ)

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૧૨ : ગોંડલ નગરપાલિકાની ૪૪ સીટ માટે ભાજપના ઉમેદવારો દ્વારા તાલુકા સેવા સદન ખાતે પ્રાંત અધિકારીને ઉમેદવારી ફોર્મ રજૂ કરવામાં આવ્યા હતા શહેર નાં કુલ ૧૧ વોર્ડ પૈકી વોર્ડ નંબર એક માં અર્પણાબેન જીતેન્દ્રભાઈ આચાર્ય, કાંતાબેન જેન્તીભાઈ સાટોડીયા, રાજેન્દ્રસિંહ રઘુરાજ સિંહ જાડેજા, ગૌતમભાઈ રતાભાઇ સિંધવ, વોર્ડ નંબર બે માંથી શીતલબેન સમીરભાઈ કોટડીયા, અનિતાબેન પ્રફુલભાઈ રાજયગુરૂ, હર્ષદભાઈ મોહનભાઈ વાઘેલા, ક્રિપાલસિંહ પૃથ્વીસિંહ જાડેજા, વોર્ડ નંબર ત્રણમાં હંસાબેન ખીમજીભાઈ માધડ, સમજુબેન રુખડભાઈ મકવાણા, રાજુભાઈ હમીરભાઇ ધાના, ભરતસિંહ વજુભા જાડેજા, ચાર નંબરના વોર્ડમાં વસંતબેન મયાભાઈ ટોળીયા, હાજરાબેન ગફારભાઈ ચૌહાણ, રમેશભાઈ માયાભાઈ સોંદરવા, ચંદુભાઈ મોહનભાઈ ડાભી, પાંચ નંબરના વોર્ડમાં ઉર્મિલાબેન નિલેશભાઈ પરમાર સોનલબેન ગૌરવભાઈ ધડુક, સંજયભાઈ રમણીકલાલ ધીનોજા, આસિફભાઇ મજીદભાઈ ઝકરીયા, વોર્ડ નંબર છ માં નયનાબેન હિતેશભાઈ રાવલ, કંચનબેન હિતેશભાઈ શિંગાળા, મનસુખભાઈ હરિભાઈ રૈયાણી, રફીક અલ્લારખા કૈડા, સાત નંબરના વોર્ડમાં પરિતાબેન વૈભવભાઇ ગણાત્રા, વિભાબેન તુષારભાઇ પંડ્યા, જીગ્નેશભાઈ ધીરૂભાઇ ઠુંમર, ઓમદેવસિંહ પ્રભાતસિંહ જાડેજા, વોર્ડ નંબર ૮માં ખુશ્બુબેન ગોપાલભાઈ ભુવા, રંજનબેન ધીરૂભાઈ સરધારા, પ્રકાશભાઈ થોભણભાઇ સાટોડીયા, મનીષભાઈ દુર્લભજીભાઈ ચનીયારા, વોર્ડ નંબર નવમાં મિતલબેન ચિરાગભાઈ ધાનાણી, ભાવનાબેન પ્રવીણભાઈ રૈયાણી, અશ્વિનભાઈ જગજીવનભાઈ પાંચાણી, શૈલેષભાઈ વલ્લભભાઈ રોકડ, વોર્ડ નંબર ૧૦માં સંગીતાબેન કેતનભાઇ કુડલા, મીનાબેન પ્રભુદાસભાઈ જસાણી, કૌશિકભાઇ વલ્લભભાઈ પડારીયા, અશ્વિનભાઈ માધવજીભાઈ રૈયાણી તેમજ વોર્ડ નંબર ૧૧ માં વસંતબેન વિજયભાઈ ચૌહાણ, રંજનબેન સવજીભાઈ પીપળીયા, જગદીશભાઈ બચુભાઈ રામાણી અને નિલેશભાઈ ગોકળભાઈ કાપડિયા એ ઉમેદવારી ફોર્મ રજૂ કર્યા હતા.

જયારે કોંગ્રેસ દ્વારા વોર્ડ નંબર ૫ માં જાગૃતીબેન પરમાર, નમ્રતાબેન પાંભર, સંદીપભાઈ હિરપરા સતિષભાઈ વોર્ડ નંબર ૮માં જય નંદાપરા અને વોર્ડ નંબર ૬માં પ્રવિણાબેન જયસુખભાઇ વઘાસિયાએ ઉમેદવારી નોંધાવી હતી આ લખાય છે ત્યાં સુધી કોંગ્રેસ કે આપના ઉમેદવારોએ નગરપાલિકાની ૪૪ સીટો ઉપર ઉમેદવારી સંપૂર્ણ નોંધાવી નથી.

ભાજપ દ્વારા જિલ્લા પંચાયતની પાંચ સીટો પર ચરખડી ની બેઠક ઉપર અમૃતભાઇ મકવાણા, દેરડી બેઠક પર રાજેશભાઈ ડાંગર, કોલીથડ સીટ પર સહદેવસિંહ જાડેજા, મોવિયા બેઠક પર લીલાવંતીબેન ઠુંમર અને શિવરાજગઢ બેઠક ઉપર શૈલેષભાઈ ડોબરીયાએ ઉમેદવારી નોંધાવી છે જયારે અન્ય પક્ષોનું લિસ્ટ પ્રસિદ્ઘ કરાયું નથી.

છેલ્લાં ચાલીસ વર્ષ થી નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાતો હોય ગોંડલ ભાજપનો ગઢ ગણાય છે. નગરપાલિકા માટે આજે ભાજપનાં ઉમેદવારો જાહેર થતાં કુલ ૪૪ બેઠકો માટે ભાજપ દ્વારા ૧૧ સીટીંગ સદસ્યોને રીપીટ કરી ૩૩ નવાં ચહેરાં ને મેદાનમાં ઉતાર્યા છે.સીટીંગ સદસ્યો અર્પણાબેન આચાર્ય,રાજેન્દ્રસિંહ જાડેજા, ગૌતમભાઇ સિંધવ,અનિતાબેન રાજયગુરૂ, હર્ષદભાઇ વાઘેલા, હાજરાબેન ચૌહાણ, ચંદુભાઇ ડાભી, આસીફભાઇ ઝકરીયા, રંજનબેન સરધારા, કૌશિકભાઈ પડાળીયા અને જગદીશભાઇ રામાણીને રીપીટ કરાયાં છે. ભાજપનાં નવાં માપદંડને કારણે સિનીયર ગણાતાં પૃથ્વીસિંહ જાડેજા, મુકતાબેન કોટડીયા, મનિષાબેન સાવલીયા, નિર્મળાબેન ધડુક કપાયા છે.

ભાજપ તમામ ૪૪ બેઠકો જીતવાનો દાવો શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઇ દુધાત્રા દ્વારા કરાયો છે.

ભાજપથી નારાજ પ્રવિણાબેન જયસુખભાઈ વઘાસીયા એ એક વર્ષ પહેલા જ ભાજપ માંથી રાજીનામુ આપી દીધું હતું જયારે ક્રિષ્નાબેન રાજેશભાઈ તન્નાની ભાજપે ટિકિટ કાપતા કોંગ્રેસે મોકો ન ચુકી બંને ભાજપી મહિલા સદસ્યાઓને ટિકિટો આપી છે.

ગોંડલ ભાજપ દ્વારા ૩૨ નવા ચહેરાઓને ચૂંટણીના મેદાન માં ઉતારવામાં આવ્યા છે તેમાં કોંગ્રેસનો હાથ છોડી ભાજપ નો ખેસ ધારણ કરનાર ઓમદેવસિંહ જાડેજા, નિલેશભાઈ કાપડિયા, શૈલેષભાઇ રોકડ અને રાજુભાઇ ચૌહાણનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ભાજપ સિનિયોરિટી માપદંંડમાં પૃથ્વીસિંહ જાડેજા બાદ થતા તેમના પુત્ર ક્રિપાલસિંહ જાડેજા, મુકતાબેન કોટડીયાની જગ્યાએ પુત્રવધુ શીતલબેન કોટડીયા, નિર્મળાબેન ધડુંકની જગ્યાએ પુત્રવધુ સોનલબેન ધડુંકનો સમાવેશ કરવામાં આવ્યો છે. અનિલભાઈ માધડે પારિવારિક કારણ દર્શાવતા તેમના મોટા બહેન હંસાબેન માધડને ટીકીટ આપી ભાજપે ખીચડીમાં ઘી સમાવી લીધું છે.

(11:48 am IST)