Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

પોરબંદર :તડબૂચ ઉપર મતદાન જાગૃતિના સ્ટીકરો

પોરબંદર : લોકોમાં મતદાન કરવાના મહત્વ વિશે જાગૃતિ આવે એ હેતુથી સ્વેપ ટીમ દ્વારા મતદાન જાગૃતિ માટે નવતર પ્રયોગમાં તડબૂચ અને લીલા નારિયળ જેવા  ફળ પર મતદાન જાગૃતિ અંગે સ્ટીકર લગાવી લોકોમાં મતદાન જાગૃતિ વિશે આકર્ષણ જમાવ્યું છે.  ફળનાં વેપારી ભાઈઓએ મતદાન જાગૃતિ અંગે આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધેલ હતો. તડબૂચ ના વેપારી જયેશભાઈ, રોહિતભાઈ, મુળુભાઇ વગેરે કહ્યું કે અમે મતદાન કરીશું અને બીજા લોકોને પણ મતદાન કરવા પ્રેરીશું. તડબુચ ઉપર લગાડેલા મતદાન જાગૃતિના સ્ટીકરોની તસ્વીર.

(11:48 am IST)