Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

GVK EMRI ૧૦૮ ગુજરાતના ઓપરેશન હેડ સતીશ પટેલ દેવ ભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે :

ખંભાળિયા :GVK EMRI ૧૦૮ ગુજરાતના ઓપરેશન હેડ સતીશ પટેલ એ દેવ ભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાત લીધી હતી. જેમાં તેઓ અલગ અલગ લોકેશન પર જઈ ને ૧૦૮ અને ખિલખિલાટની એમ્બ્યુલન્સનાં કર્મચારીને મળ્યા હતા. તેમજ દરિયાઈ ૧૦૮બોટ એમ્બ્યુલન્સમા એક કેસ નું નજરે નિરીક્ષણ કરેલ જયારે બેટ દ્વારકાનાં એક ૬૨ વર્ષનાં એક વૃદ્ઘ જેટ્ટી પરથી પડી જતા તરત જ ૧૦૮ બોટ ઘટના સ્થળે પહોંચેલ અને ત્યાં ૧૦૮ ના સ્ટાફની સંપૂર્ણ કામગીરીનું ઓપરેશન હેડ સતીશ પટેલ દ્વારા નિરીક્ષણ કર્યું હતું અને તે બધી કામગીરી જોઈને બધા સ્ટાફને સારી કામગીરી માટે બિરદાવી કોરોના કાળ જેવા સમયમાં ૧૦૮ ટીમ દ્વારા કરવામાં આવેલી સારી કામગીરી માટે પણ તેમને પ્રોત્સાહન આપીને બિરદાવ્યા હતા.

(11:49 am IST)