Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

રાણાવાવમાં તીનપતી જુગાર રમતા ૪ મહિલાઓ પ હજાર રોકડ સાથે ઝડપાઇ

(સ્મીત પારેખ દ્વારા) પોરબંદર તા. ૧ર : રાણાવાવ સ્ટેશન પ્લોટ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ૪ મહિલાઓને પર૮૦ ની રોકડ સાથે પોલીસે પકડીને ગુન્હો  નોંધ્યો છે.

સ્ટેશન પ્લોટ વિસ્તારમાં કારખાનાની ગલીમાં જુગાર રમતા રઝીયાબેન હુસેનભાઇ, કુંવરબેન નાથાભાઇ, કંચનબેન વાલજીભાઇ તથા રમાબેન પ્રવીણભાઇને પોલીસે પકડીને તેમની સામે કાર્યવાહી કરી છે.

(11:50 am IST)