Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

ઉપલેટાનો ફરારી આરોપી જુનાગઢમાં ઝડપાયો

જુનાગઢ : રેન્જના નાયબ પોલીસ મહાનીરીક્ષક મનિન્દર  પ્રતાપસિંહ પવાર  પોલીસ અધિક્ષક રવિતેજા વાશમશેટ્ટીેએ તાજેતરમાં યોજાનાર ચુંટણી અનુસંધાને નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ ડ્રાઇવનંુ આયોજન કરેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક પી.જી.જાડેજાના માર્ગદર્શન હેઠળ જુનાગઢ બી.ડી.વી. પો.સ્ટે.ના પો.ઇન્સ.  આર.બી.સોલંકીની સુચના મુજબ અત્રેના જીલ્લાના તથા જીલ્લા બહારના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે આરોપીઓ ઉપર ખાસ વોચ રાખી પકડી પાડી કાર્યવાહી કરવા સુચના મળેલ જે અન્વયે પો.સબ.ઇન્સ એ.કે.પરમાર તથા ગુન્હા નિવારણ સ્કોડ ના પો. કોન્સ પરેશભાઇ હુણ, કલ્પેશભાઇ ચાવડા, મુકેશભાઇ મકવાણા, રઘુવીર વાળા, વિપુલભાઇ ડાંગર નાઓએ મળેલ બાતમી હકિકત આધારે ઉપલેટા પોસ્ટે ગુ.ર.નં- બી,૮૬/૨૧ ઇ.પી.કો.ક-૩ર૩,૫૦૪,૫૦૬ (ર) મુજબ ગુન્હાના આરોપી યુસુફ ઉર્ફે સમીર ઉર્ફે રાધે હનીફભાઇ સમા સંધી રહે-જુનાગઢ રેલ્વેસ્ટેશન સામે બુગદામાં વાળાને હસ્તગત કરી ઉપલેટા પોસ્ટે.ના સ્ટાફને સોપી આપેલ છે. આ કામગીરી કલ્પેશભાઇ ગેલાભાઇ ચાવડા તથા રઘુવીર બાવકુભાઇ વાળા વિગેરેએ કરેલ છે.

(11:51 am IST)