Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

ટંકારામાં લૂટારૂ ગેંગનો આતંક : લજાઇ નજીક યુવાનને મારમારી લૂંટી લીધો

જો કે બનાવ અંગે સત્તાવાર પોલીસ ફરિયાદ નહિ : લૂંટના વધતા બનાવોથી પંથકમાં ભયનો માહોલ

મોરબી-ટંકારા,તા. ૧૨: ટંકારા તાલુકામાં ફરી લૂટારૂ ગેંગ ત્રાટકી હતી અને રાત્રીના એક યુવાનને ત્રણ ઇસમોએ માર મારી લૂંટ ચલાવી હતી જે ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે તો બનાવ અંગે સત્ત્।ાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.મોરબી જીલ્લામાં તસ્કરો, લૂટારૂઓ બેફામ બની ગયા છે અને કાયદાનો ડર રહયો ના હોય તેમ ચોરી અને લૂંટના એક બાદ એક બનાવને અંજામ આપી રહ્યા છે જેમાં ટંકારાના લજાઈ નજીક રાત્રીના લૂટારૂ ગેંગ ત્રાટકી હતી ટંકારાના ઉગમણા નાકે રહેતા અને મજુરી કરતા સરૂભાઈ ભાણાભાઈ વાઘેલા પોતાના ઘરે આવ્યા હોય ત્યારે તેની પાળેલી ભેંસ ઘરે આવી ના હોવાથી ભેંસ શોધવા હડમતીયા અને લજાઈ ગામની સીમમાં ગયા હતા ત્યારે ત્રણ બુકાનીધારી શખ્શોએ યુવાનને માર મારી તેના ગળામાંથી સોનાની ડોડી અને ખિસ્સામાં રહેલ રૂ ૫૦૦૦ ની લૂંટ ચલાવી ભાગી ગયા હતા તો ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો જે ઘટનાને પગલે પોલીસ ટીમો દોડી ગઈ હતી જોકે બનાવની સત્ત્।ાવાર ફરિયાદ નોંધાઈ નથી.

(11:53 am IST)