Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

ચોટીલાના મોલડીમાં અંડરગ્રાઉન્ડ પાણીના ટાંકામાંથી રૂ. ૧૧.૨૬ લાખનો ૩૦૦૪ બોટલ દારૂ જપ્ત

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૧૨ : નાની મોલડી ગામના ભરતભાઇ રામભાઇ બસીયા તથા પ્રતાપભાઇ રામભાઇ બસીયા કાઠી દરબાર પોતાના કબજા ભોગવટાના વંડાના ફળીયામા બનાવેલ અન્ડરગ્રાઉન્ડ પાણીના ટાંકામા ભારતીય બનાવટનો પરપ્રાંતિય ઈંગ્લીશ દારૂનો જથ્થો પોતાના કબજામાં વેચાણ અર્થે રાખી અલગ અલગ વાહનોમા ભરી અલગ અલગ જગ્યાએ વેચાણ અર્થે મોકલવાના છે. તેવી ચોક્કસ હકિકત મળતા સદરહુ જગ્યાએ રેઇડ કરતા કોઇ ઇસમ હાજર મળી આવેલ ન હોય અને એક મહેન્દ્રા કંપનીની બોલેરો પીકઅપ ગાડી તથા એક મારૂતી સુજુકી કંપનીની સીલ્વર કલરની અલ્ટોકાર તથા એક બુલેટ તથા એક એકટીવા સ્કુટર એમ તમામ વાહનોની અંદર વાહનોની ચાવીઓ જોવામા આવતી હતી.

બોલેરો પીકપ ગાડીના ઠાઠામા તથા અલ્ટો ગાડીમા ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ હતો તેમજ સદરહુ જગ્યાએ ફળીયામાં એક અંડર ગ્રાઉન્ડ ટાંકામાંથી કુલ બોટલ નંગ.૩૦૦૪ ની કુલ કિ.રૂ.૧૧,૨૬,૫૦૦ની ગણી તપાસના કામે કબજે કરવામાં આવેલ છે. તેમજ ફળીયામાં એક બોલેરો પીકઅપ ગાડી તેમજ એક અલ્ટ્રો ફોર વ્હીલ ગાડી તેમજ એક બુલેટ મોટર સાયકલ તેમજ એક એકટીવા મોટર સાયકલ ફળીયામાં પડેલહોય અને તે વાહનોમાં ચાવીઓ સાથે હોય અને તે વાહનોનો ઇંગ્લીશ દારૂની હેરાફેરી કરવામાં તેમજ ઇંગ્લીશ દારૂના વેચાણમાં ઉપયોગ કરતા હોવાનું જોવામાં આવતા મહેન્દ્રા કંપનીની બોલેરો પીકપ ની કિ.રૂ.૨,૫૦,૦૦૦ તેમજ એક સીલ્વર કલરની મારૂતી સુજુકી કંપની અલ્ટો K-10 VXI ફોરવ્હીલ ગાડીની કિ.રૂ.૧,૫૦,૦૦૦ તેમજ એક કાળા કલરનુ રોયલ ઇન્ફીલ્ડ કંપનીનુ બુલેટ મોટર સાયકલની કિ.રૂ.૫૦,૦૦૦ તેમજ એક સફેદ કલરનુ એકટીવા મોટર સાયકલની કિ.રૂ.૨૦,૦૦૦ મળી કુલ કિ.રૂ. ૧૫,૯૬,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ કામગીરી એસપી મહેન્દ્ર બગડીયા, અધિક પોલીસ અધિક્ષક સી.પી.મુંધવાના આદેશથી ઇન્ચા.પોલીસ ઇન્સ. એસ.એસ.વરૂ, એસ.એસ.આઇ. કેતનભાઇ ચાવડા, પો.કોન્સ. નરેશભાઇ મકવાણા, સરદારસિંહ જગાભાઇ, રાજેશભાઇ જાપડીયા, જગાભાઇ રાઠોડ, શૈલેષભાઇ રોજાસરા, ભીખાભાઇ કાલીયા, શેખાભાઇ રોજીયા સહિતનાએ કરી હતી.

(11:54 am IST)