Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

મૂળી તા.પં. કબ્જે કરવા ભાજપ અને કોંગ્રેસે દાવપેચ લડાવ્યાઃ ભાજપના ૧૩ અને કોંગ્રેસના ૧૧ ઉમેદવારી પત્રક ભરાયા

સુરેન્દ્રનગર જી.પં.ની બેઠક પરથી ભાજપે ચાર અને કોંગ્રેસના બે ઉમેદવારી પત્રક ભરાયા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૧૨ : સ્થાનિક સ્વરાજની ચુંટણી જંગ જીતવા ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષોએ જ્ઞાતિ જાતિ તોડ જોડ સહિતના રાજકીય દાવ પેચ લડાવી મૂળી તા.પં કબ્જે કરવા મરણીયા પ્રયાસો કરી રહયા છે મૂળી ભાજપના અગ્રણી હરદેવસિહ પરમાર ઇન્દુભા પરમાર રાજભા પરમાર સહિત ભાજપના હોદેદારો દ્વારા મૂળી તાલુકા ના સર્વાંગી વિકાસને વધુ વેગ મળે અને ગ્રામ્ય વિસ્તારોમા પણ વિકાસની ગાડી વેગ પકડે તે માટે ચુનંદા ઉમેદવારોની પસંદગી કરેલ છે તા.૧૨ ફેબ્રુ.ના રોજ મૂળી તા.પં.ની કચેરીએ તા.પં.ની સરાની બેઠક પરથી ભાજપના કિરણબેન અરવિંદભાઇ વરમોરા એ મૂળી તા.પં ના માજી પ્રમુખ રમણીકભાઇ વરમોરા વે.એશો.ના માજી પ્રમુખ શલૈષભાઇ ઠકકર માલધારી સમાજના અગ્રણી કુવરાભાઇ બાંભવાની સહિત ટેકેદારોની હાજરીમા વિજય મુર્હુત આ ફોર્મ ભરેલ હતુ. જયારે મૂળી -૧ અનિરૂધ્ધસિંહ દિલીપસિહ પરમાર, મૂળી -૨ ગંગારામભાઇ શંકરભાઇ ભીલ, લીયા કિર્તિસિહ ફતેહસિહ રાણા, સરલા રીટાબેન મનસુખભાઇ લબકામણા, ટીકર વર્ષાબેન નંદલાલભાઇ મકવાણા, ગઢાદ રંજનબેન હેમતભાઇ ઉમરડા, ધર્મિષ્ઠાબેન રાજેન્દ્રસિહ પરમાર, વગડીયા સુરજબેન જામાભાઇ, પરમાર, ગૌતમગઢ રઘુભાઇ ભગવાનભાઇ સાપરા, શેખપર જોગેશ્વરીબા રાજેન્દ્રસિહ પરમાર, રાણીપાટ હેમુભાઇ ધીરૂભાઇ ઇન્દરીયા, વેલાળા કલ્પેશ કેશભાઇ પરમારે ઉમેદવારી નોંધાવી હતી. જયારે સુરેન્દ્રનગર જીલ્લા પંચાયતની મૂળી તાલુકાની ચાર બેઠકો સરા- સજનબેન ખીમજીભાઇ સારદીયા,, મૂળી - હંસાબા રાજેન્દ્રસિહ પરમાર, સરલા- હરિકૃષ્ણ બચુભાઇ પટેલ, ઉમરડા- યુવરાજસિંહ અજીતસિંહ પરમારે ભાજપ તરફથી ઉમેદવારી નૌધાવેલ હતી. જયારે મૂળી તાલુકા કોંગ્રેસ સમિતી ના પ્રમુખ પ્રદ્યુમનસિંહ પરમાર, સહદેવસિહ પરમાર, રામકુભાઇ કરપડા સહિત કોંગ્રેસના હોદેદારો કાર્યકરોની ઉપસ્થિતિમા મૂળી- ૧ હાજુભા પરમાર મૂળી -૨ રૂથાબેન પ્રવિણભાઇ પારધી ગૌતમગઢ - ખુમાન ભાઇ જીવૂભા પરમાર સોમાસર - હંસાબા પ્રદ્યુમનસિહ પરમાર મૂળી -૨ દલસાણીયા શાંતાબેન નાગર ભાઇ વગડીયા - લતાબેન દિનેશભાઇ પનારા સરલા- ગીતાબેન ધીરુભાઇ ટાંક દાણાવડા - રમેશભાઇ શામજીભાઇ ચાવડા સરા- પ્રભાબેન બાબુલાલ વરમોરા રાણીપાટ- રાઘવેન્દ્રસિહ જગતસિહ ઝાલા દાધોળીયા -લીલાબેન નાગજીભાઇ કુણપરા એ કોંગ્રેસના ઉમેદવાર તરફથી ઉમેદવારી પત્રકો ભર્યા હતા. જયારે સુરેન્દ્રનગર જી.પં.ની સરા બેઠક પરથી રેખાબેન જયસુખભાઇ દુધરેજીયા અને સરલાની બેઠક પરથી જગદીશભાઇ નરશીભાઇ પટેલે ઉમેદવારી પત્રક ભરેલ હતા.

(11:56 am IST)