Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

સિમેન્ટ-સ્ટીલના ભાવવધારા સામે સૌરાષ્ટ્રમાં બિલ્ડરો-કોન્ટ્રાકટરોની હડતાલ

ભાવનગર, જુનાગઢ સહીત અનેક જગ્યાએ આવેદનપત્રો પાઠવીને ઉગ્ર રજુઆત

રાજકોટ, તા., ૧રઃ સિમેન્ટ અને સ્ટીલના ભાવવધારા સામે રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં બિલ્ડરો અને કોન્ટ્રાકટરો દ્વારા હડતાલ પાડીને વિરોધ પ્રદર્શન કર્યુ હતું.

જુનાગઢ

(વિનુ જોશી) જુનાગઢઃ સ્ટીલ-સિમેન્ટ સહીત બાંધકામ મટીરીયલ્સના ભાવ વધારા સામે આજે સવારથી સોરઠના બિલ્ડરો-કોન્ટ્રાકટરોએ હડતાલ પાળી છે.

બાંધકામ માટે પાયારૂપ સિમેન્ટ તથા સ્ટીલના ભાવમાં અસહય તેમજ કૃત્રિમ ભાવ વધારાના વિરોધમાં આજે બાંધકામ અને તેના સંલગ્ન સંગઠનો દ્વારા રાજયવ્યાપી હડતાલનું એલાન કરવામાં આવ્યું છે. જેમાં જુનાગઢ શહેર અને જીલ્લામાં અંદાજે ૧૦૦ બાંધકામ સાઇટ પર હડતાલ પાડવામાં આવી છે.

બાંધકામ સાઇટ બંધ રહેતા કન્સ્ટ્રકશનની કામગીરી જડબેસલાક રહી છે. બપોરે જુનાગઢ ખાતે કલેકટર ડો.સૌરભ પારધીને આવેદનપત્ર આપીને રજુઆત કરવામાં આવી હતી.

મુખ્યમંત્રીશ્રીને પાઠવેલા આવેદનપત્રમાં કોન્ટ્રાકટરો તથા બિલ્ડરોએ જણાવેલ કે સ્ટીલ, સિમેન્ટ ઉત્પાદકોએ કાર્ટેલ કરી ભાવો ખુબ જ વધારી દીધા છે. જેના કારણે કામમાં અવરોધ થયો છે.

સ્ટીલ-સિમેન્ટ ઉત્પાદકો સામે લાલ આંખ કરી ભાવો અંકુશમાં લેવામાં નહી આવે તો કામો અટકી જશે અને અનેક શ્રમીકો સહીતના લોકો બેકાર બનશે.

આવી સ્ટીલ-સીમેન્ટનાં ભાવ ઘટાડવા કોન્ટ્રાકટરો અને બિલ્ડરોએ રજુઆત કરી હતી.

(1:24 pm IST)