Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

હવે માત્ર રાત્રીના જ વર્તાતી ઠંડી : ગિરનાર ૬.૩ નલીયા ૯ ડિગ્રી

રાજકોટમાં ૧૫.૩ ડિગ્રી લઘુત્તમ તાપમાન : સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ હૂંફાળુ વાતાવરણ : બપોરે ગરમી

રાજકોટ તા. ૧૨ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં હવે માત્ર રાત્રીના જ ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. આજે સવારે ગિરનાર પર્વત ઉપર ૬.૩ ડિગ્રી અને કચ્છના નલીયામાં ૯ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. જ્યારે રાજકોટમાં ૧૫.૩ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.

સવારે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ હૂંફાળુ વાતાવરણ છવાયું છે અને બપોરે ગરમીનો અનુભવ થઇ રહ્યો છે.

જૂનાગઢ

(વિનુ જોષી) જૂનાગઢ : જૂનાગઢ સહિત સોરઠમાં મિશ્ર ઋતુથી લોકો પરેશાન થઇ ગયા છે.

ગઇકાલે જૂનાગઢમાં ઠંડી એક ડિગ્રી ઘટી હતી તો આજે એક ડિગ્રી ઠંડી વધતા લઘુત્તમ તાપમાન ૧૧.૩ ડિગ્રી નોંધાયું હતું.  જ્યારે ગિરનાર પર્વત ખાતે આજે ૬.૩ ડિગ્રી તાપમાન રહેતા કાતિલ ઠંડી અનુભવાઇ હતી. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૬ ટકા રહ્યું હતું અને પવનની પ્રતિ કલાકની ઝડપ ૨.૫ કિમીની રહી હતી.

છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. વહેલી સવારે કાતિલ ઠંડીનું આક્રમણ અને બપોરના ગરમીથી મિશ્ર ઋતુનો અનુભવ થતા લોકો પરેશાન થઇ ગયા છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : શહેરનું લઘુત્તમ તાપમાન ૧૫.૮ ડિગ્રી, મહત્તમ ૩૦.૮ ડિગ્રી, ભેજ ૭૦ ટકા અને પવનની ઝડપ ૩.૧ કિ.મી. પ્રતિ કલાક રહી હતી.(૨૧.૧૮)

કયાં કેટલી ઠંડી

શહેર

લઘુત્તમ તાપમાન

ડિગ્રી

ગિરનાર પર્વત

૬.૩

,,

નલીયા

૯.૦

,,

જુનાગઢ

૧૧.૩

,,

અમદાવાદ

૧૩.૬

,,

ડીસા

૧૪.૨

,,

વડોદરા

૧૩.૪

,,

સુરત

૧૭.૪

,,

રાજકોટ

૧૫.૩

,,

કેશોદ

૧૩.૦

,,

ભાવનગર

૧૬.૬

,,

પોરબંદર

૧૩.૪

,,

વેરાવળ

૧૭.૭

,,

દ્વારકા

૧૮.૫

,,

ઓખા

૧૮.૦

 

ભુજ

૧૭.૨

,,

સુરેન્દ્રનગર

૧૫.૬

,,

ન્યુ કંડલા

૧૬.૦

,,

કંડલા એરપોર્ટ

૧૩.૦

,,

અમરેલી

૧૪.૦

,,

ગાંધીનગર

૧૧.૮

,,

મહુવા

૧૩.૫

,,

દિવ

૧૪.૪

,,

વલસાડ

૧૦.૫

,,

જામનગર

૧૫.૮

,,

વલ્લભ વિદ્યાનગર

૧૫.૪

,,

(1:25 pm IST)