Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

મોરબી નવા સજનપર ઓશો કેશર ફાર્મ ખાતે તા.૨૧ થી ૨૮ ઓશોનો માઈન્ડ ધ્યાન શિબિર

આયોજકઃ રમેશભાઈ રૈયાણી (સ્વામી પ્રેમયોગી): સંચાલકઃ સ્વામી અંતર ખિરદ (સુધિર સુખદેવ)

રાજકોટઃ મોરબીના નવા સજનપર ગામે મોરબીના ઉદ્યોગપતિએ ઓશો સન્યાસી રમેશભાઈ રવાણી (સ્વામી પ્રેમયોગી)એ ૧૧ વિઘા જમીન પર ઓશો કેરાર ફાર્મ નામથી ઓશો સન્યાસી તથા પ્રેમીઓ માટે વિશાળ ઓશો ધ્યાન કેન્દ્ર બનાવેલ છે. જેમાં વિશાળ ધ્યાન હોલ- રહેવા માટે સ્પેશીયલ રૂમો, ડોરમેટરી, સ્વીંમીંગપુલ, વિશાળ ધ્યાન હોલ, રહેવા માટે સ્પેશીયલ રૂમો, ડોરમેટરી, સ્વીંમીંગ પુલ, વિશાળ કિચનની સુંદર સગવડ કરેલ છે. વનવગડયું તથા ઝાડ- પાનથી ઘેરાયેલ. ઓશો કેશર ફાર્મ પર શિબિરમાં સહભાગી થઈ ધ્યાનની ગહેરાઈમાં ઉતરવુંએ જીવનનો એક લ્હાવો છે. આગામી તા.૨૧ ફેબ્રુઆરીથી ૨૮ ફેબ્રુઆરી દરમ્યાન આઠ દિવસીય ઓશોનો માઈન્ડ ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવેલું છે. શિબિરનું સંચાલન પૂના આશ્રમનાં હાલ- નાગપુરના સ્વામિ અક્ષર ખિરદ (સુધીર સુખદેવ) કરવાંના છે. જેનો ટુંકમાં પરિચય નીચે મુજબ છે. તેઓશ્રીએ વ્યવસાયે સીવીલ એન્જીનીયર છે. ૧૯૯૪થી ઓશો સાથે જોડાયેલ છે. આયુર્વેદિક યોગ મસાજની ગહન સાધના કરેલ છે. મસાજનાં પાયાના માસ્ટર પૂનાનાં કુસુમ મોડક પાસેથી શિક્ષણ મેળવી છે. યોગમાં વધારે નિપૂણતા તથા ગહરાઈમાં જવા માટે થોડાક મહિના બિહાર સ્કુલ ઓફ યોગામાં પ્રશિક્ષણ લીધુ છે. યોગ અને મસાજના ખજાનાને જનમાનસ સુધી પહોંચાડવાનો મુખ્ય ઉદ્ેશ્ય છે. પૂના આશ્રમમાં ચાલતાં થેરેપી ગ્રુપ જેવા કે મીસ્ટીક રોઝ- બોર્ન અગેઈન- નો- માઈન્ડ વગેરેમાં તેઓની માસ્ટરી છે. હાલમાં નાગપુર ખાતે ઓરગેનીક ખેતી કરે છે. પર્યાવરણ મિત્રો માટે રહેવાની સોસાયટી તથા આદિવાસી  લોકોને શિક્ષણ તથા સહાયતા પહોંચાડવાની કામ કમીટી કરે છે. યોગ તથા ઓશો ધ્યાન સામૂહિક ચિકિત્સા (થેરેપી)ના માસ્ટર છે. ઈકો વિલેજ ક્રીએશનના સૂત્રધાર છે. હ્યુમેન ઓફ ઓશો વિઝનના પ્રતિક છે. ઓશોના સચિવમાં યોગ નિલમના સાનિધ્યમાં તથા માર્ગદર્શનમાં તેમનાં કમ્યૂન ઓશો નિસર્ગ ધરમશાળાના કમ્યૂનમાં ઘણી શિબિરોનું સંચાલન કરેલ છે.

ઉપરોકત ઓશોનો માઈન્ડ શિબિરમાં ધ્યાન કરવાની રહેવા- જમવાની વ્યવસ્થા, લોકોને સારામાં સારી મળી રહે તે માટે શિબિર આયોજક તથા તેની ટીમ અત્યારથી જ તડામાર તૈયારી કરી રહી છે. શિબિરમાં સહભાગીતા માટે શિબિર આયોજક સ્વામિ પ્રેમયોગી પાસે પોતાનું નામ રજીસ્ટ્રેશન કરાવી લેવું. અત્યંત જરૂર છે. શિબિર સ્થળે પહોંચવા માટે રાજકોટ થી લજાઈ ચોકડી- હડમતિયા નવા સજનપર ઓશો કેશર ફાર્મ- મોરબીથી ધુનડા- નવા સજનપર ઓશો કેશર ફાર્મ. શિબિરની વિશેષ માહિતી માટે તથા નામ નોંધણી માટે રમેશભાઈ રૈયાણી  (સ્વામી પ્રેમયોગી) (મો.૯૮૭૯૦ ૧૦૭૬૯)

(1:26 pm IST)