Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

દેવભુમી દ્વારકા જીલ્લા પંચાયતમાં ૬ બેઠકો ઉપર સસ્પેન્સઃ રાવલમાં ઉમેદવારીપત્રો ભરાયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા., ૧૨: દેવભુમી દ્રારકા જિલ્લામાં કાલે ભાજપ દ્વારા જીલ્લા પંચાયતની બેઠકો માટેની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં રર માંથી ૬ બેઠકો પર હજુ નામ બાકી રહેતા કોને ટીકીટ મળશે તેનો સસ્પેન્સ યથાવત રહયો છે.

પુર્વ જિ.પં. ઉપપ્રમુખ હરીભાઇ નકુમના બદલે તેના પુત્ર સંજયને ટીકીટ મળી છે. પુર્વ ઉપપ્રમુખ શ્રીમતી વાઢેરને બદલે તેમના પતિ બહાદુરસિંહને ટીકીટ મળી છે તથા પુર્વ ધારાસભ્ય સ્વ.મેઘજીભાઇ કણઝારીયાના પત્ની ગત વખતે જિ.પં.માં સદસ્ય હતા.

જો કે મહત્વની ગણાતી બજાણા, ભાડથર, હર્ષદપુર, કલ્યાણપુર, વેરાડ અને વડત્રા છ સીટ પર નામો નક્કી થયા ના હોય હજુ સસ્પેન્સ છે.

ખંભાળીયા પાલીકા માટે વોર્ડ -૧માં પુર્વ સદસ્ય હારૂનભાઇ ઓસમાણ, હસીનાબેન સબીર ટુંઝા, યાકુબ મહમદ હુસેન બુખારી, રોશનબેનએ ફોર્મ ભર્યુ હતું. વોર્ડ-૩માં દિલીપસિંહ પ્રતાપસિંહ જાડેજા, કુસુમબેન મનસુખ ભટ્ટ, મધુબેન અમીત કરપુર, હિતેશ વાલજી નકુમે ફોર્મ ભર્યા હતા. વોર્ડ -૪માં સેજલબેન બાબુભાઇ પરમારે ફોર્મ ભર્યુ હતું. વોર્ડ ૬માં રંજનબા વિજયસિંહ સોઢા તથા માધવજી દેવજી નકુમ(પુર્વ સદસ્ય)એ ફોર્મ ભર્યુ છે.

વોર્ડ-૭માં દીપક શાંતીલાલ, નીઝામ યુસુફ શેખ, દીપેશ નારણદાસ, મહેશ નારણભાઇ રાઠોડ તથા ભીખુભાઇ રામજ ભરડવાએ ફોર્મ ભર્યુ છે.

જામરાવલમાં વોર્ડ-૧માં સમજુબેન વાઘેલા તથા ચના મુળુ જમોડે ફોર્મ ભરેલ વોર્ડ-ર માં ભુંજાભાઇ ગામી તથા લીલીબેન સોલંકી, વોર્ડ-૩ માં દેવીબેન જમોડ, રંભીબેન ગામી, દેવાભાઇ ગામી, મેરામણ પરમાર વિ.એ ફોર્મ ભર્યા છે. વોર્ડ-૩ માં જાદવ શાંતિ વાઘેલા ફોર્મ ભર્યા છે.

(1:26 pm IST)