Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

ધ્રોલના દેડકદડ ગામે સળગતી કડબને ઠારવા જતા દાઝેલી આરતીનું મોત : ચક્કર આવતા રાજકોટની મહિલાનું મોત

જામનગરમાં સ્પીડબ્રેકર નહીં દેખાતા પડી જતા મોટર સાયકલ ચાલકનું મૃત્યુ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૧૨:  ધ્રોલ તાલુકાના દેડકદડ ગામે રહેતા નીમુબેન જયંતીભાઈ ઝીંઝુવાડીયા, ઉ.વ.૪૩ એ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, આરતી જયંતીભાઈ નરશીભાઈ ઝીંઝુવાડીયા, ઉ.વ.રર,  ઘરના ફળીયામાં તાપણુ  તાપતા હોય દરમ્યાન એક તણખો ફળીયામાં રાખેલ કળબના ઢગલામાં પડતા કળબ સળગવા લાગતા પાણીની ડોલ ભરી ઠારવા જતા તેમને પહેરેલ સલવાર તેમના પગમાં આવતા કળબના ઢગલા પાસે પડી જતા સળગતી કળબ તેમના પર પડતા તેમને પહેરેલ કપડામાં દાઝી જતા મરણ ગયેલ છે.

વાહન ઉપરથી પડી જતા

રાજકોટમાં રહેતા વિજયભાઈ ભુપતભાઈ પરમાર, ઉ.વ.૩ર એ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, નીરૂબેન ભુપતભાઈ પરમાર, ઉ.વ.પર, રે. ગોકુલધામ, રાજકોટ વાળા મોટરસાયકલ માં બેઠા હતા અને મામા સાહેબના મંદિર પાસે કાલાવડ જતા હતા ત્યારે અચાનક ચકકર આવતા મોટરસાયકલ માંથી રોડ પર પડી જતા સારવાર દરમ્યાન મૃત્યુ પામેલ છે.

મોટરસાયકલ સ્લીપ થઈ જતા

અહીં એમ્યુઝમેન્ટ પાર્ક પાસે રહેતા નીરપસીંગ દિલીપિંસંગ ટમટ્ટા, ઉ.વ.૩ર, એ સીટી ભબીભ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, દિલીપસિંગ ધરમસિંગ ટમટ્ટા, ઉ.વ.રર, રે. જનતા ફાટક પાસે રોજી ટાવર ગ્રાઉન્ડ ફલોર, જામનગરવાળા મોટરસાયકલ નં. જી.જે.૧૦– ડી.બી.–૩ર૮૧ નું લઈને જતા હતા ત્યારે સ્પીડ બેકર દેખાયેલ નહીં જેથી મોટરસાયકલ સ્લીપ થઈ જતા પડી જતા માથામા, કાનમાં, નાકમાં ઈજા થવાની મૃત્યુ પામેલ છે.

૬ વર્ષથી ફરાર આરોપી ઝબ્બે

નવસારી જીલ્લાના ગણદેવી પો. સ્ટે. ફ.ગું.ર.નં. ૪૭/૨૦૧૪ ઇ.પી.કો. ૪૦૬, ૪૨૦, ૧૨૦ બી તથા (૨) વલસાડ જીલ્લાના પાટડી પો. સ્ટે. ફં.ગુ.ર.નં. ૭૩/૨૦૧૫ ઇ.પી.કો. કલમ ૪૦૭, ૪૨૦, ૧૧૪ વિ. તથા (૩) સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજ પો. સ્ટે. ફ.ગુ.ર.નં. ૧૦૦/૨૦૧૪ ઇ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦ વિ. મુજબના  ગુન્હાઓના કામે નાસતો ફરતો આરોપી અલ્પેશ વિસનજીભાઇ ચોલેરા રહે. ચંદ્રપ્રભુ એપાર્ટમેન્ટ, ન્યુ જેલ રોડ જામનગર વાળો હાલ પોતાના ઘરે હાજર છે તેવી હકીકત આધારે પકડી પાડી ગણદેવી પો. સ્ટે.ને સોંપી આપવા તજવીજ કરેલ છે.

આ કામગીરી પેરોલ / ફર્લો સ્કવોડના પો.સ.ઇ. એ.એસ.ગરચર તથા પો. હેડ કોન્સ. ગજેન્દ્રસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ ચૌહાણ, રણજીતસિંહ પરમાર, સલીમભાઇ નોયડા, કાસમભાઇ બ્લોચ, મેહુલભાઇ ગઢવી, નિર્મળસિંહ જાડેજા, ભરતભાઇ ડાંગર, રાજેશભાઇ સુવા, ગીરીરાજસિંહ જાડેજા તથા પો. કોન્સ. ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવ તથા એ.એસ.આઇ ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા એલ.સી.બી.ના પો. હેડ કોન્સ. નિર્મળસિંહ એસ.જાડેજાનાઓએ કરેલ છે.

ગાર્ડની ભરતી અંગે રૂપિયા લઈ વિશ્વાસઘાત

મેઘપર પોલીસ સ્ટેશનમાં અલ્કેશ સતરસીંગ રામસીંગ લાંબા એ ફરીયાદ નોંધાવી છે કે, ત્રણેક માસ પહેલા કેહરચંદ મંગલારામ, રે. મોટી ખાવડી વાળો બી.એસ.એસ. (બીલીવ સોલ્યુસન સર્વીસીસ) કંપનીમાં સીકયુરીટી ગાર્ડ તરીકે ભરતી થવા માટે ઉમેદવાર પાસેથી કોઈ રકમ લેવાતી ન હોય તેમ છતા કંપનીના સીકયુરીટી હેડ આરોપી કેહરચંદ મંગલારામ જેના ઉપર કંપનીએ સાફ સુથરા વહીવટ માટે વિશ્વાસ અને પ્રમાણીકતા  રાખી નિમેલ હોય તેને આ કંપનીની જાણ બહાર સાહેદો પાસેથી પંદર–પંદર હજાર રૂપિયા લઈ કંપની સાથે તેમજ સાહેદો સાથે અપ્રમાણીકતાથી પોતાના અંગત ફાયદાસારૂ લઈ વિશ્વાસઘાત કરી ગુનો કરેલ છે.

દારૂ અંગે દરોડા

સીટી 'એ' ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. વિક્રમસિંહ ભરતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, કાલાવડ નાકા બહાર કલ્યાણચોક પાસે, સુલતાન ઈશાકભાઈ હાલાણી, દારૂની કાચની કંપની શીલ બંધ બોટલ નંગ–૧, કિંમત રૂ.પ૦૦/– ની સાથે  નીકળતા ઝડપાઈ ગયેલ છે.

ચાર શખ્સો ઝડપાયા

સીટી 'સી' ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. પ્રદીપસિંહ નિર્મળસિંહ રાણા એ ફરીયાદ નોંધાવી છે કે, દિ.પ્લોટ ૪૯ રોડ, મામા સાહેબના મંદિર પાસે, આરોપી વિજયભાઈ ડાયાભાઈ વાઘેલા, ઈંગ્લીશ દારૂની કાચની કંપની શીલ બંધ બોટલ નંગ–૩, કિંમત રૂ.૧પ૦૦/– ની સાથે  નીકળતા ઝડપાઈ ગયેલ છે.

૨૦ બોટલ દારૂ કબ્જે

શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં કોન્સ. નવલભાઈ નારણભાઈ આશાણી એ ફરીયાદ નોંધાવી છે કે, ભોજાબેડી જતા રોડ પર આરોપી મુકેશ બદીયા બામણીયા, રે. જામ આંબરડી ગામવાળો ની બોટલ નંગ–૧, કિંમત રૂ.પ૦૦/– ની સાથે નીકળતા ઝડપાઈ ગયેલ છે.

એક શખ્સ ફરાર થઇ ગયો

જામજોધપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. રાકેશભાઈ ભનભાઈ ચૌહાણ એ ફરીયાદ નોંધાવી છે કે, સીધેશ્વર મંદિર પાસે રોડ પર આરોપી કરમણભાઈ ઉર્ફે કિશોર અરજણભાઈ હુણ, રે.મેલાણ ગામવાળા  અંગ્રેજી દારૂની મેકડોવેલ્સ નં.–૧, સુપીરીયર વ્હીસ્કીની બોટલ નંગ–૧પ, કિંમત રૂ.૭પ૦૦/– ની સીલ્વર કલરનું હિરો સ્પેન્ડર પ્રો. કંપનીનું મોટરસાયકલ જેના રજી.નં.જી.જે.–૧૦–સી–એફ–૬૬૧૧, કિંમત રૂ.૧૦,૦૦૦/– ના પર લઈ નીકળતા કુલ મુદામાલ રૂ.૧૭,પ૦૦/– સાથે ઝડપાઈ ગયેલ છે  તથા દારૂપુરો પાડનાર મેહુલ ભગાભાઈ કોડીયાતર ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

(1:28 pm IST)